બાળકીને પીંખી તેની નિર્મમ હત્યા કરનાર આરોપીની ફાંસી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

339

સુરત,તા.૨૦
સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. અને આ સજા સામે અનિલ યાદવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પણ હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી. જે બાદ સેશન્સ કોર્ટે આરોપી અનિલ યાદવ સામે ૨૯ ફેબ્રુઆરીએ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. અને અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવાનું નક્કી કર્યું હતું.
ફાંસી અગાઉ જ આરોપી અનિલ યાદવે જેલ મારફત સરકાર ઓએસે કાનૂની મદદ માંગી હતી. સરકારે સુપ્રીમમાં અનિલ યાદવને કેસ લડવા એક વકીલની નિમણૂંક કરી છે. આરોપી અનિલના વકીલ અપરાજીતા સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે અનિલ પાસે ૬૦ દિવસનો સમય છે અને તે પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. ચીફ જસ્ટીસે આ દલીલને માન્ય રાખી કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો હોવા છતા વોરન્ટ જાહેર જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ તયા પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. જજ આ પ્રકારના આદેશ કેવી પીતે આપી શકે છે? ન્યાયીક પ્રક્રિયા આવી રીતે ન થઈ શકે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. જે વિકલ્પ બાદ ફરી સુપ્રીમમાં અરજી કરવાની રહેશે. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે.
ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ યાદવે તેના ઘરની નજીક રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઇ જઇ તેની સાથે હેવાનિયત આચરી હતી. દુષ્કર્મ આચર્યા બાદ તેનું પાપ છાપરે નહીં ચઢે તે માટે માસૂમની હત્યા કરી લાશ કોથળામાં ભરી રૂમમાં સંતાડી દીધી હતી. ઠંડા કલેજે માસૂમનું મર્ડર કર્યા બાદ રૂમને તાળું મારી પોતે વતન બિહાર ફરાર થઇ ગયો હતો.

Share Now