સિડની,તા.૨૦
ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર બ્રેટ લીનું માનવું છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા આગામી મહિલાઓના ટી-૨૦ વર્લ્ડ કપમાં બે સૌથી વધુ પ્રભાવિત ટીમ લાગી રહી છે.
મહિલા ક્રિકેટને વધુ ફેલાવો કરી આપવાની આશા જગાવતી આ સ્પર્ધાનો શુક્રવારથી પ્રારંભ થનાર છે જેની પહેલી મેચ ભારત અને આયોજક ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાશે.
આઈ.સી.સી.ની સત્તાવાર વેબસાઈટ પર લીએ કહ્યું હતું કે મહિલાઓની ટી-૨૦ વર્લ્ડ કપના આ વર્ષે આયોજનથી મહિલા ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો વધુ થશે અને ઑસ્ટ્રેલિયા તેનું આયોજન કરી રહ્યું છે તેમાં પોતે ગર્વ અનુભવે છે.
સ્પર્ધાની મેચો સિડની, પર્થ, કેનબેરા અને મેલબર્નમાં જુદા જુદા છ સ્થાને રમાનાર છે અને લીના કહેવા પ્રમાણે આ મેદાનો ખેલાડીઓ તથા દર્શકો માટે વિશ્ર્વમાં શ્રેષ્ઠ છે.