ફાર્મા કંપનીના સંચાલકને દવાના વેપારીએ ૧ કરોડનો ચૂનો ચોપડયો

361

વડોદરા,તા.૨૦
હરિયાણાના પંચકૂલા ખાતે રહેતા અને હિમાચલ પ્રદેશમાં પેથોકેમ હેલ્થકેર નામની ફાર્મા કંપની ધરાવતા નિરંજન શર્માએ પોલીસને કહ્યું છે કે, મે-૨૦૧૯માં દિલ્હીમાં ફાર્મા કંપનીના વેપારીઓની મીટિંગ કરી ત્યારે વડોદરાના અલકાપુરી શ્રીનગર સોસાયટી ખાતે પૂજા કોર્ટ પ્લોટમાં ફ્યુચર લાઇફ ફાર્માસ્યૂટિકલ પ્રા.લિ. નામની કંપની ધરાવતા હાર્દિકસિંહ મહેન્દ્રસિંહ દોડિયા સાથે સંપર્ક થયો હતો.
હરિયાણાની કંપનીના સંચાલકે પોલીસને કહ્યું છે કે,મે મહિનામાં હું વડોદરા આવ્યો ત્યારે હાર્દિકસિંહે મારી દવાનો સપ્લાય લેવામાં રસ લીધો હતો અને દવાનો જેટલો જથ્થો મળશે તેટલી રકમનો ચેક તુર્તજ આપી દેવાનું નક્કી કર્યું હતું.
વડોદરાના વેપારીએ શરૂઆતમાં આપેલા ચેકો ક્લીયર થયા હતા.પરંતુ જાન્યુઆરી-૨૦૨૦થી એકાએક તેણે સ્ટોપ પેમેન્ટ કરાવતાં બાકી નીકળતી રૂ.૧.૦૧ કરોડની રકમની વારંવાર ઊઘરાણી કરી હતી. હાર્દિકસિંહ દોડિયા (રહે.દેવપુષ્પ ડુપ્લેક્સ, વાઘોડિયારોડ)એ હજી સુધી પેમેન્ટ નહીં આપતાં તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

Share Now