સોલાપુર,તા.૨૧
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જ્યાં એક જીપ અને રાજ્ય પરિવહન બસની વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. તો ૧૦ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સોલાપુર જિલ્લાના વૈરાગ ક્ષેત્રમાં બપોરે લગભગ ૨ વાગ્યાની આસપાસ બની, જ્યારે બસ બરશીની તરફ જઈ રહી હતી. આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે હાલમાં મૃતકોની અને ઇજાગ્રસ્તોની ઓળખ થઈ નથી. જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શવને કબ્જામાં લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
મહાશિવરાત્રિના દિવસે વધુ બે ઘટના બની છે. જ્યાં એક ઘટના રાજસ્થાનમાં બની. જેમાં ૬ લોકોના મોત થયા છે. તો બીજી ઘટના મધ્ય પ્રદેશની છે જેમાં ૩ લોકોના મરવાની ખબર છે.
રાજસ્થાનના બનેલી ઘટનામાં ૬ શ્રદ્ધાળુના મોત થયા. તો ૩ લોકો ઇજાગ્રસ્ત થયા. સત્સંગથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની જીપ એક ટ્રક સાથે અથડાઈ જતા આ ઘટના બની.
તો મધ્ય પ્રદેશના ભિંડેમાં શિવરાત્રિના પર્વએ કાંવડ લઈને દર્શન કરવા જઈ રહેલા ૩ લોકોની દુર્ઘટનામાં મોત થઈ ગઈ. ત્રણેય યુવકો પોતાની કારથી વન ખંડેશ્વર મંદિર ગયા હતા. તે દરમિયાન તેમની કાર ગૌરી સરોવરમાં ડૂબી ગઈ.