પાક.ના સીઝફાયર ઉલ્લંઘનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો : ૧ સૈનિક ઠાર

342

શ્રીનગર,તા.૨૧
જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ કુપવાડા સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું. જો કે ભારતીય સૈન્યના જવાનોએ પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપી વળતી કાર્યવાહી કરી. ભારતે કરેલી કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક ઠાર મરાયો છે. જ્યારે કે અનેક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
બીજી તરફ પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ એલઓસી પર ઘુસણખોરી કરાવવાના પ્રયાસો પર નિયંત્રણ મુકવા મકવાલ. આરએસ પુરા અને કઠુઆ બોર્ડર પર બીએસએફની ત્રણ નવી બટાલિયન તૈનાત કરાઇ છે. આ ઉપરાંત ૪ થી ૫ વધુ નવી બટાલિયન મોકલવાની પણ તૈયારી છે. બીએસએફના જણાવ્યા અમુસાર આંતરરાષ્ટ્રીય સરહદ પર પિલર ટુ પિલર ગેપ ભરવા માટે નવેસરથી રણનીતિ બનાવવામાં આવી છે.

Share Now