મુંબઈ,તા.૨૧
આયુષ્માન ખુરાના અને જિતેન્દ્ર કુમારની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ને લઇ દર્શકોમાં ખુબ ઉત્સાહ છે. આયુષ્માનની આ ફિલ્મ ગે લવ સ્ટોરી પર આધારિત છે. જેમા તેમણે હોમોસેકસુઅલ યુવકની ભૂમિકા ભજવી છે. આવામાં ફિલ્મની રિલીઝના ઠીક પહેલા વિદેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ની રિલીઝ પર દુબઇ અને મિડિલ ઇસ્ટના દેશોમાં આ ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવી છે. જાણકારી અનુસાર ફિલ્મના વિષયના કારણે મેકર્સને આ ઝાટકો વાગ્યો છે. મેકર્સે ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જીતેન્દ્રના કિસિંગ સીનને એડિટ કરવાનો વિકપ્લ પણ રાખ્યો હતો, પરંતુ તેમને સાફ રીતે કહી દેવામાં આવ્યું કે, પ્રોબ્લમ તેના કોઇ દ્રશ્યથી નહી પરંતુ ફિલ્મના વિષયથી જ છે.
મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં હિંદી ફિલ્મોના ચાહકોની સંખ્યા ખુબ જ વધારે છે. ત્યાં રિલીઝ થનાર હિંદી ફિલ્મોને સારૂ બોક્સ ઓફિસ કલેક્શન મળે છે પરંતુ સમલૈંગિક સંબંધો પર બનેલ ફિલ્મો ત્યાં આપોઆપ જ બેન કરી દેવામાં આવે છે. આ કારણે ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ને કોઇ પણ રીતે ત્યાં રિલીઝ કરવામાં આવી શકે તેમ નથી.