શિલ્પા શેટ્ટીનાં ઘરે ફરી પારણું બંધાયું… સરોગેસી દ્વારા માતા બની

565

મુંબઈ,તા.૨૧
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ખુશખબર આવી છે. શિલ્પા ૪૪ની ઉંમરમાં બીજી વખત માતા બની છે. અભિનેત્રીએ પોતે પ્રશંસકોને આ જાણકારી પોસ્ટ કરી આપી છે. શિલ્પાના ઘરે આવેલ આ નાનકડી પરીનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થયો હતો.
શિલ્પા બીજી વખત સરોગેસી દ્વારા માતા બની છે. શિલ્પાએ પોતાની દીકરાના જન્મની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને આપી છે. શિલ્પાએ દીકરનું નામ સમીશા રાખ્યુ છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરમાં શિલ્પા દીકરીએ હાથ પકડેલ છે. પોસ્ટમાં શિલ્પાએ લખ્યુ,”ઓમ ગણેશાય નમઃ, અમારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે. એ વાતની જાણકારી આપતા ખુશી થઇ રહી છે કે, નાનકડી પરી અમારા ઘરમા આવી છે. સમીશા શેટ્ટી કુંન્દ્રા. સમીશાએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જન્મ લીધો. ઘરમાં જૂનિયર એસએસકે આવી ગઇ છે.”
પોસ્ટમાં શિલ્પાએ દીકરીના નામનો મતલબ પણ સમજાવ્યો છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યુ-‘સા સંસ્કૃતનો શબ્દ છે જેનો મતલબ ‘ટૂ હૈવ’ થાય છે અને મિષા રશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘કોઇ જે ભગવાન માફક હોય’. એચલે કે અમારી દેવી લક્ષ્મી, જેને અમારા પરિવારને પૂર્ણ કર્યો. અમારી દીકરીને તમારો પ્રેમ અને આશિર્દાવ આપો.’

Share Now