ઉદ્યોગ કમિશનરે નામ મંગાવતા 950 લોકોની યાદી મોકલાઈ તેમાંથી 600 લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા મંજૂરી
વડોદરા : નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડોદરાના 600 ઉદ્યોગપતિઓ ભાગ લેનાર છે ફેડફેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં જોડાશે આ માટે FIGના પ્રમુખ સહિતના સભ્યો અમદાવાદ જશે. વ્યાપારિક સંબંધો મજબૂત બને તેવી ઉદ્યોગજગતને આશા છે વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા પ્રમાણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ઉદ્યોગકારોને 24 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યા સુધીમાં અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર પહોચવાનું કહેવામાં આવ્યું છે અહીંથી મોટેરા સ્ટેડીયમ સુધી જવા માટે સરકાર તરફથી અન્ય અકીલા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગ કમિશ્નર દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈચ્છુક લોકોની યાદી આપવા કહેવામાં આવ્યું હતું. અમારા તરફથી અમે 950 લોકોના નામ મોકલાવ્યા હતા જેમાંથી 600 લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજુરી મળી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગ કમિશ્નરને કાર્યક્રમ પહેલા જ પાસ આપી દેવા જણાવ્યું હતું પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે પાસ ક્યારે મળશે. શરૂમાં GMDC ગ્રાઉન્ડ પર જ બધાને પાસ અપાશે તેવું કહેવામાં આવ્યું હતું