નવસારી જિલ્લાના મરોલી ગામ ખાતે તુળજા ભવાની મંદિરમાં રજત જ્યંતી મહોત્સવ ઉવજવાયો
નવસારી : ગત તારીખ 7 ફેબ્રુઆરી શુક્રવારના રોજ નેત્રરોગ કેમ્પનું આયોજન નવસારી રોટરી આય હોસ્પિટલના સહોયગથી સ્પેશ્યિલીસટ ડોક્ટર દ્વારા તપાસ નિદાન અને માર્ગદર્શન સારવારનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં મૈત્રય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેંટર દ્વારા ઈસીજી ,સુગર તપાસ તથા બિએમઆય સવારે કલાકે મરોલી ગામ ગુજરાતી શાળામાં કેમ્પ હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં 481 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત તારીખ 9-2-19 રવિવારના રોજ રક્તદાન શિબિરનું પણ આયોજન નવસારી રેડ ક્રોસ સોસાયટીના સાથ સહકારમાં યોજાયું હતું જેમાં ગામના અને અન્ય મળી 193 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું
નેત્રરોગ નિદાન તથા રકતદાન શીબિર વિના મુલ્યે યોજી લોક કલ્યાણ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્વ.મગનલાલ નારાણજી મહેતાના પરિવારના તમામ સદસ્યોએ વિશેષ યોગદાન આપ્યું હતું ,જેમાં મગનલાલ મહેતાના અનુજ પુત્ર દિનેશભાઇ મહેતાની આગેવાનીમાં નવયુવાનોને સામેલ કરી પાર પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત સુરત તથા નવસારી જિલ્લાના ડેન દાતાઓના આર્થિક સહકાર વડે ખુબ જ સુંદરતાપૂર્વક સમસ્ત કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંતો પણ મોટી સંખ્યમાં પધાર્યા હતા અને આ રજત જ્યંતી મહોત્સવ નિમિતે ત્રિદિનાત્મક હવનાત્મ્ક શતચંડી યજ્ઞ તથા અર્ચાશુદ્ધિપૂર્વક પ્રસાદ સમન્વિત દેવતાઓ અને ત્રિવેદી મહાસન્પ , શુક્લ યજુર્વેદ , શ્રી સૂકતના પાઠ વગેરે ધાર્મિક કાર્યોનું પણ મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞકાર્ય તરીકે પ્રધાન આચાર્ય શ્રી ગિરીશચંદ્ર બી.ઉપાધ્યાય અને યજ્ઞકર્મ ધનપાઠી વેદમૂર્તિ શ્રી મહેશચંદ્ર રેખે તથા અન્ય વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા યોજાવમાં આવ્યો હતો.