કતારગામનો યુવક ઘરમાં ફાંસીએ લટકી ગયો
સુરત, તા.૨૨
સુરત શહેરના ઉધના અને કતારગામ વિસ્તારમાં બે યુવકે અગમ્ય કારણસર આપઘાત કર્યો હતો.
પ્રથમ બનાવમાં ઉધના વિનાયક નગરમાં રહેતો સાગર સંતોષ મહાજને (ઉ.વ.૨૪) જાતે કેરોશીન છાંટી આગ ચાંપી સળગી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું.
બીજા બનાવમાં કતારગામ દિવ્યજ્યોત સોસાયટીમાં રહેતાં ધ્રુવિન સુરેશ સોનાણી (ઉ.વ.૨૨)એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ધ્રુવિન સોનાણીએ પોતાના ઘરમા જ ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઉપરોક્ત બન્ને આપઘાતના કિસ્સાઅોમાં પોલીસે અકસ્માત મોતની નોîધ કરી તપાસ હાથ ધરી ચે. બન્ને આપઘાતના કિસ્સાઓની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેવા અંગના કારણો સ્પષ્ટ થયા નથી.