મોકો મળે તો હું પણ બુરખો પહેરવાનુ પસંદ કરીશ : એ આર રહેમાન

487

મુંબઇ,તા.૨૩
લેખિતા તસલીમા નસરિને તાજેતરમાં જાણીતા સંગીતકાર એ આર રહેમાનની પુત્રી ખતીજાની બુરખો પહેરવા બદલ ટીકા કરતા નવો વિવાદ છેડાયો હતો.
એ પછી લોકો ખતીજાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. જોકે ખતીજાએ તેનો જવાબ આપીને પોતાનો બચાવો કર્યો હતો.
જોકે હવે એ આર રહેમાન પોતે પણ પુત્રીના સમર્થનમાં આવ્યા છે. રહેમાનનુ કહેવુ છે કે, બાળકોનો ઉછેર કરતી વખતે તેમને કહેવુ જરુરી છે કે શું ખોટુ છે અને શું યોગ્ય છે. ખતીજાએ બુરખો પહેરવા અંગે પરિવારની કોઈ સલાહ લીધી નહોતી. ખતીજાની તે પોતાની ચોઈસ હતી.
જોકે રહેમાને કહ્યુ હતુ કે, મને મોકો મળે તો હું પણ બુરખો પહેરવાનુ પસંદ કરીશ. પુરૂષો સામાન્ય રીતે બુરખો પહેરે તે શક્યા નથી નહીતર હું જરૂરથી બુરખો પહેરત. રહેમાનનુ કહેવુ છે કે, બુરકો પહેરીને કોઈ પણ દુકાને જઈને શોપિંગ કરવાનુ આસાન થઈ જાય છે. ખતીજાને પણ બુરખો પહેર્યા બાદ આ સ્વતંત્રતા મળી છે.

Share Now