જે દેશ ફીટ હશે, તે હંમેશા હીટ રહેશે : વડાપ્રધાન મોદી

300

દેશની મહિલાઓ બદલાવ સાથે આગળ વધવા તૈયાર,બાયો-ફ્યુઅલનો વાયુસેનાના વિમાનમાં પ્રયોગ ઐતિહાસિક
ન્યુ દિલ્હી,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૬૨મા રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં બિહારની જાણીતિ ડિસ લિટ્ટી ચોખા, દિલ્હીના હુનર હાટ, દેશની સંસ્કૃતિ અને વિજ્ઞાન પ્રત્યેની રૂચી સહિતના મુદ્દે વાત કરી હતી.
તેમને કહ્યું હતું કે, આપણા દેશની વિશાળતા અને વિવિધતાને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશાથી અભિભૂત કરનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારથી પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસ પહેલા હું દિલ્હીના હુનર હાટની મુલાકાતે ગયો હતો જ્યાં મે આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યાં.
પીએમ તાજેતરમાં જ દિલ્હીના હુનર હાટમાં ગયા હતા અને ત્યાં લિટ્ટી ચોખાનો આનંદ લીધો હતો. જેનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે, હુનર હાટમાં સમગ્ર ભારતની કળા અને સંસ્કૃતિની ઝાંખી સાચે જ અનોખી હતી. દિલ્હીના હુનર હાટમાં એક નાની સ્થળે દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ અને વ્યંજનોની વિવિધતાના દર્શન થાય છે. હુનર હાટ શિલ્પકારોના સપનાઓને પાંખો આપી રહ્યું છે. તેઓએ કહ્યું કે હુનર હાટે શિલ્પકારોના જિંદગીમાં વ્યાપક ફેરફાર કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતને જાણવા માટે જ્યારે પણ તક મળે આવા પ્રકારના આયોજનોમાં ચોક્કસ જવું જોઈએ. તમે દેશની કળા અને સંસ્કૃતિ સાથે તો જોડાશો ઉપરાંત તમે દેશના મહેનતુ કારીગરોની વિશેષ કરીને મહિલાઓની સમૃદ્ધિમાં પણ પોતાનું યોગદાન આપી શકશો.
વડાપ્રધાને કહ્યું કહ્યું કે, આપણું નવું ભારત હવે જૂના ઢાંચાની સાથે ચાલવા તૈયાર નથી. ખાસ કરીને ન્યૂ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધીને તે પડકારોને પોતાના હાથોમાં લઈ રહી છે જેણે સમગ્ર સમાજમાં એક સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, હાલમાં આપણા દેશના બાળકોમાં, યુવાઓમાં વિજ્ઞાજ અને ટેકનીક પ્રત્યે રૂચિ સતત વધી રહી છે. યુવાઓને સાયન્સ સાથે જોડવા માટે ઇસરોએ યુવિકા કાર્યક્રમ શરૂ કર્યો છે. યુવિકાનો અર્થ છે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ પરીક્ષા બાદ બાળકો રજાઓમાં ઈસરોના અલગ-અલગ સેન્ટર જઈને સ્પેસ ટેકનીક વિશે શીખે છે. આ પ્રોગ્રામમાં, પોતાની પરીક્ષા બાદ રજાઓમાં વિદ્યાર્થીઓ, ૈંજીઇર્ંના અલગ અલગ સેન્ટર્સમાં જઈને સ્પેસ ટેક્નોલોજી,સ્પેસ વિજ્ઞાન, અને સ્પેસ એપ્લિકેશન અંગે શીખે છે. આ ઉડાણમાં ૧૦ ટકા બાયોજેટ ફ્યુલનું મિશ્રણ કરાયું હતું.

Share Now