સુરત,તા.૨૪
અમરોલીમાં છાપરાભાઠા રોડ પર ગઇકાલે સવારે માનસિક ટેન્શનમાં આવી યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જો કે ગત વર્ષે પણ તેણે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના છાપરાભાઠા રોડ પર તારવાડી પાસે પંચશીલ નગરમાં રહેતો ૨૭ વર્ષીય પ્રદીપ ઉર્ફે ચિન્ટુ બુઘીરામ ગોડ સવારે ઘરમાં છતના મોભના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની હતો તે અમરોલીમાં અંજલિ ઇન્ડસ્ટ્રીઝ ટી એફ ઓ મશીન પર કામ કરતો હતો જોકે ગત વર્ષે તેણે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતો હતો ત્યારે પરિવારજનોની નજર પડતા તેને બચાવી લીધો હતો ગઈકાલે તેના ઘરે કોઈ ન હોવાથી તેણે માનસિક ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હતું આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.