જાહન્વી કપૂરે માતાની બીજી પુણ્યતિથિ પર તસવીર શૅર કરી, કહ્યું : ‘તમને રોજ યાદ કરું છું’

370

મુંબઈ,તા.૨૪
બે વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે ૨૪ ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવી અહીંયા પતિ બોની કપૂર તથા દીકરી ખુશી સાથે નણંદ રીના કપૂરના દીકરા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા આવી હતી. જાહન્વી કપૂર ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી લગ્નમાં હાજરી આપી શકી નહોતી. જોકે, દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક અવસાનથી માત્ર પરિવારને જ નહીં બોલિવૂડ અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. જાહન્વી કપૂરે માતાની બીજી ડેથ એનિવર્સરી પર નાનપણની તસવીર શૅર કરી હતી.
જાહન્વી કપૂરે સોશિયલ મીડિયામાં માતા સાથેની નાનપણની તસવીર શૅર કરીને કહ્યું હતું, રોજ તમને યાદ કરું છું. ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તેને સતત તેની માતાની યાદ સતાવે છે.
જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કરન જોહરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’, ‘તખ્ત’ તથા ‘દોસ્તાના ૨’માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે ‘રુહી અફ્ઝા’માં પણ જોવા મળશે.

Share Now