ચારે તરફ ટ્રમ્પ અને મોદીના અમદાવાદના કાર્યક્રમની ચર્ચા
સુરત, તા.૨૪
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત દેશની ઐતિહાસિક મુલાકાતને નિહાળવા માટે આજે સવારથી જ સુરતીજનો ટી.વી. સામે મંડાઈ ગયા હતા. વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કયુ* હતું. આજે બપોરે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સુરતના ઉદ્યોગપતિઅો સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં અમદાવાદ પહોચી ગયા છે.
આજે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે જ સુરત શહેરના તમામ ઘરોમાં ટી.વી. ઓન થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના જીવંત કાર્યક્રમને નિહાળવા માટે સુરતીજનો ટી.વી.સામે બેસી ગયા છે. આ મુલાકાત સંદર્ભે સુરતીજનોમાં પણ વ્યાપક ચર્ચા સાંભળવા મળે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત યાત્રા દરમિયાન ગુજરાતના અમદાવાદમાં રોડ શો કરતા તથા મોટેરા સ્ટેડિયમમાં જનસભા સંબોધતા સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન થતા ગુજરાતીઓ આજના દિવસ માટે ગર્વ અનુભવી રહ્ના છે. વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના અમદાવાદ આગમનને પ્રત્યેક ગુજરાતીઓ હરખભેર વધાવી રહ્ના છે અને ગુજરાતમાં ટ્રમ્પના ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સંદર્ભે દેશના વડાપ્રધાન મોદીને શ્રેય આપવા ઘટે છે. તેથી ગુજરાતના લોકો વડાપ્રધાન મોદી પ્રત્યે પણ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી રહ્ના છે.