ગોટાલાવાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટïનું કામ હવે આગળ વધશે
સુરત, તા.૨૪
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર ના ગોતાલાવાડી ટેનામેંટ રિ-ડેવલોપમેન્ટ કામગીરી માં નેશનલ મોન્યુમેંટ ઓથોરીટીના ઊંચાઈ બાબતે દ્ગ.ર્ં.ઝ્ર. ના લીધે ડેવલપર દ્વારા છેલ્લા ચાર-પાંચ માસથી કામગીરી બંધ કરવામાં આવેલ અને ત્યાંના ૧૩૦૪ લાભાર્થીઓ ના ભાડા અંગે નો પ્રશ્ન ઊભો થયો અને રિ-ડેવલોપમેન્ટ ની કામગીરી અટકી પડેલ તે ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા ના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોષ, મેયર શ્રી જગદીશભાઇ પટેલ, કમિશ્નરશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્લમ અપગ્રેડેશન ડિપાર્ટમેંટ ના અથાગ અને અવિરત પ્રયાસો, ગાંધીનગર સુધી ની પ્રત્યક્ષ મુલાકાત, રજૂઆતના ફલસ્વરૂપે નેશનલ મોન્યુમેંટ ઓથોરીટી દ્વારા તેમની ૨૩૭ નંબર ની મિટિંગ માં ૨૨.૮૦ મીટરની ઊંચાઇ બાબતે લેવામાં આવેલ નિર્ણય ને ફેરવિચારણા કરવા બાબતે મ્યુ. કમિશ્નરશ્રી બાંછાનીધિ પાની દ્વારા ગાંધીનગર માં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માં કરવામાં આવેલ રૂબરૂ ચર્ચા ના અંતે સુરત શહેરના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોષ, મેયર શ્રી જગદીશભાઇ પટેલ, , ડે.મ્યુ. કમિશ્નરશ્રી કેતન પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી મહેશ જયમાલાની દ્વારા તારીખ ૧૦/૦૨/૨૦૨૦ ના રોજ દિલ્હી મુકામે મિનિસ્ટર ઓફ કલ્ચર શ્રી પ્રહલાદસિંહ પટેલ સમક્ષ વિસ્તૃત પ્રેજન્ટેસન કરવામાં આવેલ જે ધ્યાને લઈ તારીખ ૧૨/૦૨/૨૦૧૭ ના રોજ નેશનલ મોન્યુમેંટ ઓથોરીટી ની ૨૬૩ નંબર ની મિટિંગ માં વધારાના કામ તરીકે આ બાબત નો સમાવેશ કરી ૩૫.૦ મીટર સુધી ની ઊચાઇ વાળા રિવાઇસ પ્લાનો તૈયાર કરી, રજૂ કરવા નો નિર્ણય લઈ મિનીટાઇઝડ કરવામાં આવેલ જે નીચે મુજબ છે.
આમ સુરત મહાનગરપાલિકાના અધિકારી – પદાધિકારી ના સંકલન, સુમેળભર્યા પુરુષાર્થ થકી તેમજ માનનીય સાંસદશ્રી ના માર્ગદર્શન શહેર પ્રમુખ શ્રી નિતિન ભજીયાવાળા ની કુનેહ તેમજ તમામ પદાધિકારીશ્રીઓ ની રાહબરી અને મ્યુ. કમિશ્નરશ્રી ની સચોટ કાર્યદક્ષતાના લીધે આ પેચિદા પ્રશ્નનો સુખદ ઉકેલ લવાયો છે.