ઉધના ઝોન દ્વારા સ્લમ વિસ્તારોમાં કડકાઇ પૂર્વક બાકી વેરાની વસુલાત

340

બાકી વેરા અંગે ૩૦ જેટલા આવાસો સીલ
સુરત, તા.૨૪

સુરત મહાનગરપાલિકાના સાઉથઝોન (ઉધના) આકારણી અને વસુલાત વિભાગે વિવિધ વિસ્તારમાં સઘન વેરા વસુલાતની ઝુંબેશ અંર્તગત ગત રોજ તા.રર/૦ર/ર૦૧૦ના રોજ ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન, બમરોલી, ગભેણી, સોનારી, ભેદવાડ , સંજયનગર વિગેરે જેવા જુદા જુદા વિસ્તારોમાં કુલ્લે ૩૫ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમજ ઉધના – સર્વોદય નગર, આર્શીવાદ ટાઉનશીપ-૧ અને ૨, વિષ્ણુનગર –૧ અને ર માં ૦૮ મિલકતોમાં નળ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, જે કાર્યવાહી દરમ્યાન ૧૨ જેટલા મિલકતદારોએ સ્થળ પર રૂપિયા ૩.૫૦ લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવેલ છે. જેમાં રૂપિયા ૨.૪૦ લાખ જેટલી વસુલાત સંજયનગર(સ્લમ એરીયા)માં થી થયેલ છે. અને આજ રોજ રૂપિયા ૨૦.૩૫ લાખ જેટલી વસુલાત થયેલ છે.
વધુમાં, જમીન મિલકત વિભાગ દ્વારા ૩૦ જેટલા આવાસ સીલ કરવાની કાર્યવાહી દરમ્યાન ૩૦ જેટલા મિલકતદારોએ સ્થળ પર રૂપિયા ૧.૩૭ લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવેલ છે. અને આજ રોજ રૂપિયા ૨.૪૨ લાખ જેટલી વસુલાત થયેલ છે.
સાઉથ ઝોન (ઉધના)ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતાં આજ દિન સુધી રૂપિયા ૧૯૩.૮૯ કરોડ વસુલાત થયેલ છે. હજુ પણ મિલકત વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર મિલકતદારોની મિલક્તોને સીલ કરવાની તેમજ નળ કનેકશનો કાપવા જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ રહેલ છે. જેથી જે મિલકતોના વેરા બાકી છે તેઓને તાકીદે વેરા ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.

Share Now