બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

339

વડોદરા,તા.૨૫
૨૧.૮૦ લાખની છેતરપિંડીના ગુનામાં વારસિયા સ્થિત બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીને ૬ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે વડોદરા કોર્ટે તેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પ્રશાંતની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થવાની શક્યતા છે.
ઠગાઇની અરજી પોલીસમાં નોંધાયાની જાણ થઇ જતાં એક મહિના પહેલા જ પ્રશાંત ઉપાધ્યાય પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. તેને શોધવા વારસિયા પોલીસે આકાશ પાતાળ એક કર્યાં હતા. વારસીયા પોલીસની ૪ ટીમો તેને શોધી રહી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત કારમાં બેસીને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને વાપી અને ચીખલી વચ્ચે માલવાળા ગામ પાસે હાઇવે પર આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડના પાર્િંકગમાં કાર પાર્ક કર્યા બાદ કારમાંથી નીચે ઉતરીને ઉભો હતો ત્યારે રવિવારે રાત્રે અઢી વાગે વારસિયા પોલીસે તેને ઝડપી લીધો હતો. અને આજે કોર્ટમાં રજૂ કરીને ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પ્રશાંતને સાથે રાખીને તેના ઘર અને મંદિર સહિતના સ્થળોએ તપાસ કરશે.

Share Now