પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા યુવકે આપઘાત કરતા ખળભળાટ

348

અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા યુવાને રાતે ૧૦ઃ૧૫ વાગે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ યુવાને પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં જ ચાદરથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. યુવાનનાં મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
મળતી વિગત મુજબ પોલીસનાં ૧૦૦ નંબર પર ફોન આવતા આ યુવાનની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ સીસીટીવી પ્રમાણે યુવાન દસ વાગ્યાથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બાદમાં તેણે ત્યાં પડેલી ચાદર લોકઅપનાં સળિયા પર બાંધી દીધી હતી. જેનાથી તેણે આપઘાત કરી લીધો હતો.

Share Now