સરકારી સ્કુલની મુલાકાતે પહોંચેલ મેલાનિયાનું આરતી ઉતારી સ્વાગત કરાયું

327

ન્યુ દિલ્હી,તા.૨૫
ભારત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા દિલ્હીની સરકારી સ્કુલની મુલાકાતે પહોચ્યા છે. મેલાનિયા દિલ્હીના નાનકપુરામાં સર્વોદય વિદ્યાલયમાં પહોંચ્યા છે જ્યાં બાળકીઓએ મેલાનિયાને તિલક કર્યુ અને આરતી ઉતારીને તેમનુ સ્વાગત કર્યુ.
આ કાર્યક્રમમાં મેલાનિયા એકલા પહોંચ્યા છે. મેલાનિયા આ સરકારી સ્કુલના બાળકો સાથે સમય પસાર કરશે અને જોશે કે કેજરીવાલ સરકારનું આ હેપ્પીનેસ બાળકોને કેવી રીતે ટેન્શન ફ્રી રાખે છે અને અભ્યાસને ઘણા રોચક અંદાજમાં તેમની સામે પ્રસ્તુત કરે છે.

Share Now