દિલ્હી હાઇકોર્ટ અડધી રાતે ખુલી : ઘાયલોની સારવાર – સુરક્ષાના આદેશ
નવી દિલ્હી તા. ૨૬ : CAAના વિરોધીઓ અને CAAના સમર્થકો વચ્ચે ભડકેલી હિંસાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યુ છે. આ હિંસામાં એક કોન્સ્ટેબલ સહિત ૧૩ લોકોના મોત નિપજયાં છે. તેમજ ૨૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અડધી રાતે ભડકે બળેલી દિલ્હીને પગલે દિલ્હી હાઈકોર્ટમાં જજના ઘરે અડધી રાતે સુનાવણી કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં અકિલા જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનવણી થઈ હતી. પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ઘાયલોને સુરક્ષા અને સારી સારવાર માટે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને સ્ટેટસ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. આજે બપોરે ૨.૧૫ વાગે ફરી સુનાવણી થશે. નાગરિકતા સંશોધન કાયદા(CAA) પર ટકરાવના કારણે થયેવી હિંસામાં અડધી રાતે હાઈકોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. જજ એસ. મુરલીધરના ઘર પર મંગળવારે મોડી રાતે થયેલી સુનવણીમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસને મુસ્તફાબાદના એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપવા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે આદેશ આપ્યા છે. સાથે જ સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. બપોરે ૨. ૧૫ એ સુનાવણી કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ. મુરલીધરે કહ્યું દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સિસ્તાની બહાર છે તેમજ આ મામલો ખૂબ ગંભીર છે એટલા માટે અડધી રાત સુનાવણી કરવામાં આવી રહી છે. મુરલીધરને અલ હિંદ હોસ્પિટલના ડોકટર અનવર અને હાલાત વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડો.એ જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં ૨ લોકોના મોત નિપજયા છે અને ૨૨ ઘાયલ છે. તેમણે એમ પણ કહ્યુ હતું કે પોલીસને મદદ માંગી હતી પણ મદદ મળી શકી નહોતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મેડિકલ અને પોલીસ કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવે.ઙ્ગ દિલ્હીમાં ભડકેલી હિંસાથી NSA અજિત ડોભાલે પણ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અજિત ડોભાલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નોર્થ ઈસ્ટ દિલ્હીના DCP ઓફિસમાં અજિત ડોભાલે બેઠક કરી . આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નોર્થ ઈસ્ટના DCP, સ્પેશિયલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા. અજિત ડોભાલે સીલમપુર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.