NSA અજીત ડોભાલને દિલ્હીમાં હિંસા રોકવાની જવાબદારી સોંપાઈ : પોલીસને ફ્રી હેન્ડ

672

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ મોડી રાતે દિલ્હીના સીલમપુર પહોંચ્યા

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારે હિંસા ભડકી ઉઠી છે. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટનું આંદોલન ઉગ્ર થઈ જતાં દિલ્હી પોલીસ પણ સખ્તાઈ અપનાવી રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં  ધીરે ધીરે હાલાત સામાન્ય થઈ રહ્યા છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના વિસ્તારોમાં ભડકેલી હિંસામાં 18 લોકોના મોત થયાં છે. જ્યારે 200થી વધુ લોકો  ઘાયલ થઈ ગયા. સૂત્રો મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલને દિલ્હીમાં શાંતિ બહાલ કરવાની જવાબદારી આપવામાં આવી છે. અજિત ડોભલ કેબિનેટ અને પીએમ મોદીને દિલ્હી હિંસા મામલે જાણકારી આપશે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા અકીલા માટે પોલીસને પણ ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે. લોકોને કાનૂન હાથમાં ના લેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. સરકારી સૂત્રો મુજબ એનએસએ ડોભલે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની હિંસા ફેલાવનારાઓને છોડવામાં નહિ આવે. અગાઉ હાલાત બગડતા જોઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ મોડી રાતે દિલ્હીના સીલમપુર પહોંચ્યા હતા.

Share Now