મુંબઇ,તા.૨૬
બુધવારે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે દિવસના કારોબાર બાદ શેરબજાર લાલ નિશાન પર બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૯૨.૨૪ અંક એટલે કે ૦.૯૭ ટકાના ઘટાડા પછી ૩૯,૮૮૮.૯૬ પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૧૯.૪૦ પોઇન્ટ એટલે કે ૧.૦૧ ટકાના ઘટાડા પછી ૧૧,૬૭૮.૫૦ ના સ્તર પર બંધ રહ્યો છે. ચીનની બહાર કોરોનાવાયરસના ફેલાવાને કારણે વૈશ્વિક બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આને કારણે રોકાણકારો માર્કેટમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. બજારમાં સતત ચાર દિવસનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
મોટા શેરોની વાત કરીએ તો યસ બેક્ન, એસબીઆઈ, એચસીએલ ટેક, ઇન્ફ્રાટેલ, બ્રિટાનિયા અને એચડીએફસી બેક્નના શેર આજે લીલા નિશાન પર બંધ થયા છે. ગેઇલ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ગ્રાસિમ, એલએન્ડટી, મારુતિ, બીપીસીએલ, ઇન્ફોસીસ અને વેદાંતે લાલ નિશાન બંધ થયા છે.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ જોઈએ તો પછી બધા સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. આમાં ખાનગી બેંકો, ઓટો, મીડિયા, મીડિયા, ફાર્મા, આઇટી, એફએમસીજી, રિયલ્ટી, મેટલ અને પીએસયુ બેક્નો શામેલ છે.
શુક્રવારે સરકાર જીડીપીના ઓફિશિયલ આંકડાઓ બહાર પાડશે. સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો બલરામપુર ચીની મિલ્સમાં જોવા મળ્યો. કંપનીના શેર ૫.૨૭ ટકા ઘટી ૧૫૧ રૂપિયા પર બંધ થયો. કોનકોર, ગેલના શેરમાં ઘટાડો જોવા મળ્યો. ઈન્ડિયા સિમેન્ટના શેરમાં સૌથી વધુ ૧૯ ટકા તેજી જોવા મળી. બીએએસએફના શેરમાં પણ ૧૪ ટકા તેજી રહી.