લોભામણી સ્કીમો બનાવી દિવ્ય જ્યોતના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરાઈ

348

વલસાડ,તા.૨૬
વલસાડ જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં બકરા પાલન જેવી લોભામણી સ્કીમો બનાવી દિવ્ય જ્યોતના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કરોડો રૂપિયાનું લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવી કંપની સંચાલકો કચેરીઓ બંધ કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના માલિકો ફિલ્મ બનાવવાનું, મત્સ્ય ઉદ્યોગમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવાના નામે ૪ વર્ષમાં ડબલ અને ચાર ગણા રૂપિયા આપવાના જણાવી ડિસ્ટ્રીબ્યુટર નીમવામાં આવ્યા હતા. ૫ હજારથી વધારે એજન્ટોએ સામાન્ય લોકોના કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યા હતા. જ્યારે આર્મીના જવાનો દ્વારા પણ ઈન્વેસ્ટ કરવામાં આવેલા રૂપિયા પણ ડૂબી ગયા છે.
વલસાડ, તાપી, નવસારી, બારડોલી, વ્યારા, સુરત, તલસાડી, નાસિક, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, યુપી સહિતના લોકો દ્વારા દિવ્ય જ્યોત કંપનીમાં રૂપિયા રોકવામાં આવ્યા હતા. આર્મીના જવાનોએ પણ ૯૦ લાખથી વધારે રૂપિયા આવી લોભામણી સ્કીમમાં રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતું કે, લોભામણી સ્કીમ દ્વારા રૂપિયા ઈન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપની બંધ કરી દેવામાં આવી હતી. રૂપિયાની માંગણી કરતા આપી દઈશું તેમ કહેવામાં આવતું હતું. જોકે, રૂપિયા આવે તેવી કોઈ સંભાવના ન દેખાતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. છેતરપિંડીનો આંકડો મોટ અને કરોડોમાં હોવાની સંભાવના છે. જોકે, હાલ આંકડો સામે આવ્યો નથી.

Share Now