બોલો..ગોવાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઝોકા ખાવા માટે સ્પેશિયલ બ્રેક મળશે..!!

309

પણજી,તા.૨૬
ગોવાની સ્કૂલોમાં આવતા મહિને ફિટનેસ વીક ઉજવવામાં આવનારા છે, જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને પૂરતી ઊંદ્ય લેવા માટે પ્રેરિત કરવામાં આવશે. રાજયના ડિરેકટર ઓફ એજયુકેશન દ્વારા સ્કૂલોને ‘માઈન્ડફુલનેસ એકિટવિટીઝ’ અંતર્ગત વિદ્યાર્થીઓને પાંચ મિનિટ સૂવા દેવાનું સૂચન કરવામાં આવ્યું છે.
દેશભરમાં લોન્ચ કરાયેલા ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે સ્કૂલોને દરરોજ વિદ્યાર્થીઓને કસરત કરાવવાનું કહેવાયું છે. સ્કૂલોને વિવિધ એકિટવિટીઝ માટેની માસિક થીમ પણ આપી દેવાઈ છે.
આખા ફેબ્રુઆરી મહિના દરમિયાન સ્કૂલોને ‘મેજિકલ મંડે’ઉજવવા કહેવાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને આપણી દેશી રમતો રમાડવા, દરેક વિદ્યાર્થીની શારિરીક બાબતો અને ખાવાની આદતોની પ્રોફાઈલ તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું.
સ્કૂલોને માર્ચમાં મેન્ટલ ફિટનેસ વીક ઉજવવા કહેવાયું છે. જેમાં ક્રોસવર્ડસ, સુડોકુ અને વર્લ્ડ જંબલ્સ જેવી પઝલ્સ રમાડવા કહેવાયું છે. આ ઉપરાંત યોગ અને પાંચ મિનિટની ઊંદ્ય જેવી મન શાંત થાય તેવી પ્રવૃત્ત્િ।ઓ હાથ ધરવા કહેવાયું છે. એપ્રિલમાં પીટી ડ્રિલ કરવા કહેવાયું છે. જેમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને સ્કૂલના સ્ટાફે પણ ભાગ લેવાનો રહેશે. એવું પણ સૂચન કરાયું છે કે, સ્કૂલો ૧૦ મિનિટનો ફિટનેસ બેલ વગાડશે, જે દરમિયાન વિદ્યાર્થીઓ સાદી સ્ટ્રેચિંગ કસરતો કરશે.

Share Now