મીઠાઇના બોકસ પર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બિફોર લખવું ફરજીયાત

306

ન્યુ દિલ્હી,તા.૨૬
પેકીંગ કરેલી મીઠાઇના પેકેટ, છુટક અથવા તો પેકેજટ મીઠાઇ અને અન્ય ઉત્પાદન પર ૧ જૂન પહેલા વાપરવી સારી’ એવું લખવું ફરજીયાત બની જશે. સ્થાનિક મિઠાઇ ઉત્પાદકો અને વિક્રતાઓએ પણ આની પર ફરજીયાત અમલ કરવો પડશે. હાલમાં પેકેટ અથવા લેબલ પર આ પ્રકારની વિગતો લખવી ફરજીયાત નથી.
ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી એવી એકેસ્પાયરી ડેટ પછીની પણ મીઠાઇ વેચવાના દાખલા સામે આવતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ આદેશ જારી કરાયો હતો. જાહેર પ્રજાના લાભાર્થે અને ખોરાકની સલામતી માટે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે છુટક અથવા નોન-પેકેજટ મીઠાઇ, થાળી કે પછી ડબામાં મૂકેલી મીઠાઇના પેકેટ પર ‘ઉત્પાદન તારીખ’અને ‘આ તારીખ પહેલા વાપરવી શ્રેષ્ઠ’ના લેબલ લગાવવા પડશે’ એમ લખવામાં આવ્યું હતું.
આ ઓર્ડર પહેલી જૂન, ૨૦૨૦થી અમલી બનશે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ કહ્યું હતું કે ખાધ પધાર્થના વિક્રેતાઓએ આ અંગેનો નિર્ણય લેવો જોઇએ અને સ્થાનિક સંજોગો અને ઉત્પાદનના પ્રકાર પર આધારીત મીઠાઇ પર ‘આ તારીખ પહેલાં વાપરવી શ્રેષ્ઠ’ લેબલ લગાડવા પડશે. રાજયોના ફુડ સેફટી કમિશનરોને આ ઓર્ડર પર ચુસ્તપણે અમલ કરાય તે જોવા કહેવામાં આવ્યું હતું.

Share Now