લંડનની હોસ્પિટલમાં ઈલાજ કરાવતા નવાઝ શરીફ ભાગેડૂ જાહેર: ઈમરાન સરકારનો નિર્ણય

266

મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ

કરાંચી :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કર્યા છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં અકિલા આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે.  શરીફ ભાગેડૂ જાહેર થયા તે અંગેની જાણકારી સ્થાનિક મીડિયાને આપવામાં આવી છે. શરીફ સારવાર માટે ગત વર્ષે નવેમ્બરમાં લંડન ગયા હતા. લાહોર હાઈકોર્ટે મેડિકલના અકીલા આધારે તેઓને ચાર સપ્તાહ માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. અત્રે ઉલેલ્ખનીય છે કે શરીફ ગત વર્ષે નવેમ્બરમાં લંડન ગયા હતા. લાહૌર હાઈકોર્ટે મેડિકલના કારણોસર તેમને ચાર અઠવાડીયા માટે વિદેશ જવાની મંજૂરી  આપી હતી. શરીફના ડૉક્ટરના જણાવ્યા અનુસાર ત્રણ વાર પ્રધાનમંત્રી રહેલા શરીફને હ્રદયને બિમારી છે. જેને કારણે તેમની સર્જરી કરવી પડશે. મંગળવારના  રોજ શરીફ જામીન અવધી ન વધારવા અને કોર્ટમાં તેમના મેડિકલ સંબંધિત રિપોર્ટ જમા ન કરવા બાબતે કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે, ત્યાર બાદ કોર્ટે  જામીન શરતોનું ઉલ્લંઘન કરવાના કારણે ભાગેડૂ જાહેર કર્યા છે.

Share Now