ઇન્કમટેક્ષ ઓફિસરોને ૧૦૦ ટકા ટાર્ગેટ હાંસલ કરવા આદેશઃ જો નિષ્ફળ ગયા તો…

294

નવી દિલ્હી, તા.૨૭: નરેન્દ્ર મોદી સરકારે ઈનકમ ટેકસ ઓફિસરોને ૧૦૦ ટકા ટારગેટ હાંસલ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે ઓફિસરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો તેઓ  ટારગેટને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા તો તેમને પોસ્ટિંગ અને અપ્રેજલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસના અધિકારી તરફથી ૨૧  ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા એક મેમોરેન્ડમમાં આ વાત કહેવામાં આવી છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યુ છે કે, ઓફિસરોના પ્રદર્શન  જ તેમના ‘ભવિષ્યની પોસ્ટિંગ માટે મહત્લપૂર્ણ ફેકટર’ સાબિત થશે. આ મેમોરેન્ડમ વિશેષ રીતે ફીલ્ડ અધિકારીઓ માટે જાહેર કરવામાં આવ્યો  છે. મોદી સરકારે ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના હેઠળ ૨ લાખ કરોડ રૂપિયાનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે. યોજના હેઠળ ટેકસ ડિમાન્ડથી જોડાયેલા વિવાદોને  ૧૦૦ ટકા નિપટાવવા અથવા સમાધાનનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યુ છે કે, ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાના સંબંધમાં ફીલ્ડ અધિકારીઓના પ્રદર્શન ‘તેમના વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવામાં એક આવશ્યક પરિબળ હશે’જણાવી દઈએ કે, ‘વિવાદથી વિશ્વાસ’ યોજનામાં  કર, દંડ, વ્યાજ, ફી, ટીડીએસ અને ટીસીએસ આવા બધા પ્રકારના વિવાદોના સમાધાન માટે અરજી કરી શકાય છે. ચુકવણીના સંબંધમાં શરત છે કે, તે હેઠળ કરની  ૧૦૦ ટકા રકમ ૩૧ માર્ચ સુધી જમા કરવી છે. સરકાર આ સ્કીમ દ્વારા તેના રેવન્યુમાં વધારો કરવા માંગે છે.

Share Now