હિન્દુત્વ પર પોતાનો ફેંસલો બદલશે સુપ્રિમ કોર્ટ ? નવેસરથી સુનાવણી માટે થઈ તૈયાર

279

૧૯૯૫માં કોર્ટે હિન્દુત્વને ભારતીય લોકોની જીવન શૈલી ગણાવ્યું હતું: સબરીમાલાની સુનાવણી પુરી થયા બાદ આ બાબતે થશે સુનાવણી

નવી દિલ્હી, તા. ૨૯ :. સુપ્રીમ કોર્ટે કહ્નાં છે કે ‘હિન્દુત્વ’ મુદ્દે પોતે અગાઉ આપેલા ફેંસલા ઉપર ફરીથી વિચાર કરવાની અરજી ઉપર આગામી ટૂંક સમયમાં સુનાવણી કરવામાં આવશે. શીર્ષ અદાલતે ૧૯૯૫ના પોતાના ફેંસલામાં હિન્દુત્વને ભારતીય લોકોની જીવનશૈલી ગણાવ્યું હતુ. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના કહવા પ્રમાણે  હિન્દુત્વના ફેંસલા અકિલા ઉપર પુનર્વિચારની અરજી દાખલ છે. સબરીમાલાની સુનાવણી પુરી થયા બાદ હિન્દુત્વ મુદ્દે સુનાવણી શરૂ કરવામાં આવશે. જસ્ટિસ  જે.એસ. વર્માની ખંડપીઠે ૧૧ ડિસેમ્બર ૧૯૯૫માં ફેંસલો આપ્યો હતો કે હિન્દુત્વ શબ્દ અકીલા ભારતીય લોકોની જીવનશૈલી તરફ ઈશારો કરે છે. હિન્દુત્વને  માત્ર ધર્મ સુધી સીમિત ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે હિન્દુત્વના ઉપયોગને રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એકટની ધારા ૧૨૩ હેઠળ કરપ્ટ પ્રેકિટસ નહોતી ગણી.  ૧૯૯૫ના ફેંસલામાં હિન્દુત્વને જીવનશૈલી ગણવામાં આવ્યુ હતું અને કહ્ના હતુ કે હિન્દુત્વના નામે મત માગવાથી કોઈપણ ઉમેદવાર ઉપર પ્રતિકુળ અસર  થતી નથી. ૧૯૯૫ના ફેંસલા ઉપર સવાલ ઉઠતા મામલો જાન્યુઆરી ૨૦૧૪માં પાંચ જજની ખંડપીઠ સમક્ષ પહોંચ્યો હતો. જેણે મુદ્દાને ૭ જજની ખંડપીઠને રિફર કર્યો  હતો. સર્વોચ્ચ ન્યાયલના કહેવા પ્રમાણે જ્યાં સુધી ભાષણ કોઈ ઉપર પ્રતિકુળ કે પ્રત્યક્ષ પ્રહાર ન કરતી હોય ત્યાં સુધી તેમાં સામેલ હિન્દુત્વ  શબ્દને હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખતા લોકો માટે ન ગણવો જાઈએ. હિન્દુવાદ અને હિન્દુત્વ શબ્દના ઉપયોગ માટે ધારા ૧૨૩ના સેકશન ૩ અને ૩એ હેઠળ સામેલ કરી શકાય નહી. આ શબ્દોનો ઉપયોગ ધર્મનિર્પેક્ષતાને પ્રોત્સાહન માટે પણ થયો હોય તેવું બની શકે છે. ભાજપ-શિવસેના ઉમેદવાર મનોહર જાષી વિરૂદ્ધ નીતિન ભાઉરાવ પાટિલે અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે ચૂંટણી દરમિયાન બાલ ઠાકરે, પ્રમોદ નાવેલકર અને છગન ભુજબળ દ્વારા અપાયેલા નિવેદન રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટનું ઉલ્લંઘન કરે છે. સેકશન ૧૨૩ ૩એ હેઠળ દેશના નાગરિકો વચ્ચે ધર્મ, સંપ્રદાય, જાતિ અને ભાષાને લઈને ધૃણા ફેલાવવા જેવા મામલા સામેલ કરવામાં આવે છે. સાવરકરની શોધ વિનાયક દામોદર સાવરકરે ૧૯૨૩મા હિન્દુત્વ શબ્દની શોધ કરી હતી. સાવરકરે કહ્નાં હતુ કે ભારતને માતૃભૂમિ, પિતૃભૂમિ અને પૂણ્યભૂમિ માનતા લોકો હિન્દુ છે. રાજનીતિક ઉપયોગ હિન્દુત્વ શબ્દનો ૧૯૯૦ના દશકમાં ઝડપથી રાજનીતિક ઉપયોગ શરૂ થયો હતો. ત્યાર બાદ રાજ્યો વિધાનસભા ચૂંટણીઓમાં હિન્દુત્વ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જારશોરથી ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં પણ હિન્દુત્વનો ભરપૂર ઉપયોગ થયો હતો.

Share Now