પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી

662

ઈસ્લામાબાદ, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર

પાકિસ્તાનમાં ડિજિટલ સેન્સરશીપ અંગે ગુગલ-ફેસબુકે આકરૂ વલણ અપનાવ્યુ છે. ગુગલ અને ફેસબુકે કહ્યું છે કે, પાકિસ્તાનમાં સેન્સરશીપની આવી સ્થિતિ રહી તો અમે દેશ છોડી દઈશું.

સોશિયલ મીડિયા અને સર્ચ એન્જીન કંપનીઓ પર કેટલાક દેશોમાં અમુક કારણોના લીધે પ્રતિબંધ છે પરંતુ ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવી કંપનીઓ પર સેન્સરશીપ પાકિસ્તાનને હવે ભારે પડવાની છે.

 

સેવાઓ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે

ફેસબુક, ટ્વીટર અને ગુગલ સહિતની કંપનીઓના જૂથ એશિયા ઈન્ટરનેટ ગઠબંધને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનને ચેતવણી પત્ર લખીને જણાવ્યું છે કે, જો પાકિસ્તાન ડિજિટલ સેન્સરશીપ કાયદો નહીં બદલાય તો આ કંપનીઓને પાકિસ્તાનમાં તેમની સેવાઓ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે.

 

સોશિયલ મીડિયા કંપનીઓએ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ સેન્સરશીપ એક્ટ લાગુ કરતી વખતે પાકિસ્તાને કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લીધો નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ડિજિયલ સ્પેન્સરશીપ અંગે કાયદો બનાવ્યો છે.

આ કાયદા નહીં બદલાય તો છોડી દઈશું પાકિસ્તાન

આ નવા કાયદા મુજબ આ કંપનીઓએ પાકિસ્તાનમાં તેમનું કાયમી કાર્યાલય ખોલવાનું રહેશે. આ સિવાય લોકસ સર્વર પણ બનાવવું પડશે. વળી, પાકિસ્તાનની બહાર રહેતા પાકિસ્તાનીઓના ખાતાઓ ઉપર પણ નજર રાખવી પડશે.

 

કાયદો તોડવા બદલ 50 કરોડના દંડની જોગવાઈ છે. કંપનીઓએ તેમના પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાનનો ડિજિટલ સેન્સરશીપ એક્ટ 70 મિલિયન ઇન્ટરનેટ વપરાશકારોની ગુપ્તતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. જો આ કાયદો નહીં બદલાય તો પાકિસ્તાન છોડવું પડશે.

Share Now