દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર લાગ્યા ‘ગોલી મારો…ના’ નારા, છ યુવકોની અટકાયત

288

છ યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરી રહ્યા હતા તે દરમિયાન ફરજ પર હાજર સીઆઇએસએફના જવાનોએ તરત જ તેમની અટકાયત કરી દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા

નવી દિલ્હીઃ દિલ્હીના  રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં સીઆઇએસએફએ છ યુવકોની અટકાયત કરી છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા સંભાળનારી સુરક્ષા એજન્સી સીઆઇએસએફે કહ્યુ કે, શનિવારે છ યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરી રહ્યા હતા તે દરમિયાન ફરજ પર હાજર સીઆઇએસએફના જવાનોએ તરત જ તેમની અટકાયત કરી દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે જ્યારે મેટ્રો રાજીવ ચોક સ્ટેશન પાસે પહોંચવાની હતી તો આ યુવકોએ નારા લગાવ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતા બાદ આ લોકો સીએએના સમર્થનમાં નારા લગાવતા હતા. આ ઘટનાને લઇને સીઆઇએસએફ તરત એક્શનમાં આવ્યા હતા અને છ યુવકોની અટકાયત કરી હતી.

Share Now