આવતા માસે રાજયના મુખ્ય પોલીસ વડાનું સ્થાન ખાલી થાય છેઃ નવા ડીજીપી કોણ? સસ્પેન્સ દિવસે-દિવસે ઘેરૂ બનતું જાય છે : શિવાનંદ ઝાના અમીતભાઇ શાહ સાથેના અંગત સંબંધોને જોડી અનુમાનોઃ ૧૯૮પ બેચના આશીષ ભાટીયા હોટ ફેવરીટઃ નરેન્દ્રભાઇના વિશ્વાસુ હોવા સાથે વિવાદથી વ્યથિત આસ્થાના ગુજરાત આવવા ઇચ્છુક
રાજય પોલીસ તંત્રમાં ચાલુ વર્ષ દરમિયાન સિનીયર આઇપીએસ કક્ષાના ૧૦ અધિકારીઓ નિવૃત થઇ રહયા છે. આ નિવૃતીમાં સૌથી મહત્વની બાબત એ છે કે રાજયના કનિદૈ લાકિઅ મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝા આવતા માસે નિવૃત થઇ રહયા છે ત્યારે ગુજરાતના મુખ્ય પોલીસ વડા કોણ બનશે? શિવાનંદ ઝાને એક્ષટેન્શન અપાશે? અમદાવાદના ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા નવા મુખ્ય પોલીસ વડા તરીકે નિમાશે કે પછી શિવાનંદ ઝા પછી સિનીયોરીટીમાં જેનો ટન છે અને હાલ કેન્દ્રીય ડેપ્યુટેશનમાં ફરજ બજાવે છે તેવા રાકેશ આસ્થાના ગુજરાત પરત ફરી મુખ્ય પોલીસ વડાનો ચાર્જ સંભાળશે કે શું? આવી તમામ સંભાવના અને અટકળો અંગે કોઇ ચોક્કસ જવાબ મળતો ન હોવાથી આઇપીએસ વર્તુળોમાં સિનીયર લેવલે થોડા-થોડા દિવસે નવા સંદેશાઓ પ્રસરવા લાગે છે. ૧૯૮૩ બેચના હાલના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝા કેન્દ્ર સરકારની અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહની ગુડસબુકમાં છે. એક તબક્કે તેઓને દિલ્હીના પોલીસ કમિશ્નર પદે મુકવાનું વિચારવામાં આવેલુ તેવા શિવાનંદ ઝા આ સંબંધોને કારણે તેઓને એક્ષટેન્શન મળે તેવી ચર્ચા છે. બીજી તરફ આઇપીએસ વર્તુળો એવુ માને છે કે ગુજરાતમાં ડીજીપી કક્ષાએ તથા અન્ય સિનીયર લેવલે અન્ય રાજય કરતા પોષ્ટીંગમાં અને પ્રમોશનમાં ખુબ જ પાછળ ચાલી રહયું છે ત્યારે શિવાનંદ ઝાને સુધીરસિંહાને જે રીતે પાંચ વર્ષ સુધી માનવ અધિકાર પંચમાં મુકાયા તે રીતે અન્ય જગ્યાએ નિમવા જોઇએ જેથી અન્યોની સિનીયોરીટી જોખમાય નહિ. રાકેશ આસ્થાના દિલ્હી ડેપ્યુટેશન પર હોવાથી ગુજરાત લેવલે ૧૯૮પ બેચના આશીષ ભાટીયા સિનીયોરીટી અને લાયકાતને ધોરણે મુખ્ય પોલીસ વડાનું સ્થાન મેળવવા હક્કદાર છે. નવાઇની વાત એ છે કે આશીષ ભાટીયાના કાર્યકાળ દરમિયાન જ ઘણા સિનીયર અધિકારીઓ મુખ્ય ડીજીપી બન્યા વગર નિવૃત થઇ જશે. આશીષ ભાટીયા બાદ ભવિષ્યમાં સિનીયોરીટીની દ્રષ્ટિએ અને બીજા સિનીયરો નિવૃત થઇ જવાના હોવાથી હાલના સીઆઇડી વડા-ગુપ્તચર વડા અને આ સહીત બે મહત્વના ચાર્જ સંભાળતા સંજય શ્રીવાસ્તવ મુખ્ય ડીજીપી જે તે સમયે બની શકે. આ બધુ ચેઇન ન તુટે તો શકય બને. કેન્દ્રીય ડેપ્યુટેશન પર અને ખાસ કરીને બબ્બે વખત સીબીઆઇમાં મહત્વના સ્થાને ફરજ બજાવનાર રાકેશ આસ્થાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ છે. કાર સેવકો સાથેની સાબરમતી એકસપ્રેસ ટ્રેનનો ડબ્બો સળગાવાનું કાવત્રુ પાકિસ્તાની જાસુસી સંસ્થાનું હોવાનું તેઓએ ફોરેન્સીક પુરાવા સાથે પુરવાર કરતા ભાજપ સરકારને જે તે સમયે ખુબ લાભ મળેલો. લાલુ પ્રસાદ યાદવની ધરપકડ હોય કે આસારામ બાપુ સામેની કાર્યવાહી કોઇ પણ હાઇ પ્રોફાઇલ મામલામાં તેઓ હંમેશા સફળ રહયા છે. જો કે સીબીઆઇના કાર્યકાળ દરમિયાનનો વિવાદ-આક્ષેપ વિગેરેથી તેઓ ખુબ જ વ્યથીત બન્યા છે. કેન્દ્રમાં તેઓ એરપોર્ટ ઓથોરીટી (વિજીલન્સ) તથા નાર્કોટીકસ બ્યુરોના વડાનું સ્થાન ધરાવતા આ અધિકારી હવે કેન્દ્રમાં રહેવા ખુશી નથી. તાજેતરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પરીવારમાં લગ્ન પ્રસંગે તેઓએ દેખા દેતા તેઓ પરત આવી રહયાની ચર્ચાએ જોર પકડેલું. આમ ગુજરાતના નવા પોલીસ વડા અંગે સસ્પેન્સ ઘેરાયું છે.