અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાની 75 કિલોમીટર સુધી ભારતમાં ઘુસણખોરી

257

ચીની સેનાની ઘુસણખોરીને નજરઅંદાજ કરવું ભારતીય સેનાને એક દિવસ બહું ભારે પડશે: સ્થાનીક લોકો

એજન્સી, અરુણાચલ પ્રદેશ

દેશના સુદૂર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વખત ચીની સેનાની ઘુસણખોરીના સંકેત મળ્યા છે. રાજ્યના અંજાવ જિલ્લાના સ્થાનીક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ચની સેના ભારતીય સીમામાં ઘણા બધા કિલોમટર સુધી દેશમાં ઘુસી આવ્યા છે. ચાગલાગમ વિસ્તારમાં ચીની સેનાએ પથ્થરો પર મંદારિન ભાષામાં નિશાનો બનાવ્યા છે અને તે વસ્તાર પર પોતાનો કબ્જો હોવાનું જાહેર કરી દીધું છે.

ચાગલાગમ વિસ્તારમાં અત્યંત દુર્ગમ જગ્યાએ આવેલો છે. આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નથી બનાવવામાં આવેલા. જિલ્લા મુખ્યાલય હયુલિંગ સુધી પહોંચવા માટે સ્થાનીક લોકોને બે દિવસ સુધી પગપાળા ચાલીને જવું પડે છે. ભારત અને ચીન વચ્ચેની સીમાને મૈક મોહન લાઈન અલગ પાડે છે. પરંતુ ઘણી વખત મેક મોહન લાઈનને પાર કરીને ચીની સેના ઘુસણખોરી કરી દેતી હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક લોકો આ ઘુસણખોરીને વધારે ચિંતાજનક માની રહ્યા છે.

ભારત અને ચીનની સીમા નજીક આવેલા વિસ્તારોમાં ફરતા શિકારીઓએ અરુણાચલ પ્રદેશના ચાગલાગમ વિસ્તારમાં ચીની ઘુસણખોરો અને પથ્થરો પર મંદારિન ભાષામાં લખેલા સંદેશાઓની તસવરો ખેંચી હતી. અન્ય એક અહેવાલ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની છે. આ તસવીરો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સેના અવારનવાર આ વિસ્તારમાં આવતી રહે છે.

જોકે, ભારતીય સેનાએ હજી સુધી કોઈ પણ પ્રકારના ઘુસણખોરની પુષ્ટી કરી નથી. આ તસવીરોની સત્યતાને પ્રમાણિક કરવા માટે જ્યારે સેના સાથે વાત કરી ત્યારે તેમણે આ મામલે કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી. સીમાને અડીને આવેલા તાપિર ગામના રહેવાસીઓએ ચીની સેનાની ઘુસણખોરીના મામલે કહ્યું કે હવે એ દિવસો દૂર નથી જ્યારે ચીની ઘુસણખોરોને નજરઅંદાજ કરવા પર ભારતીય સેનાને પસ્તાવું પડશે.

Share Now