ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પરથી દસ લાખની કિંમતના પ્રતબંધિત ગુટખાનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયુ

375

મુલદ ચોકડી પાસેથી હજી સપ્તાહ અગાઉ જ ભારતીય સેનાના સામાનની બિલ્ટીના નામે ગુટખાનો જથ્થો ઝડપાયો હતો

 ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઇવે પરથી પ્રતિબંધિત ગુટખાના દસ લાખથી વધુ કિંમતના જથ્થો ભરેલ એક કન્ટેનર પોલીસે ઝડપી પાડ્યુ છે. કન્ટેનર સાથે પોલીસે બે વ્યક્તિઓની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચની મુલદ ચોકડીએથી ભારતીય સૈન્યના સામાનની બિલ્ટી પર ગુટખાનું વહન કરતું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યાં બાદ નબીપુર નજીકથી ગુટખા ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા  એલસીબી પીઆઇ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ચૌહાણ તથા તેમની ટીમે ચોકકસ બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન હોટલ આર્શીવાદના કંપાઉન્ડમાં ઉભેલા એક કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરમાંથી ગુટખાની ૧૪૦ નંગ બોરીઓ મળી આવી હતી.
ગુટખાના જથ્થા અંગે ડ્રાયવરની પુછપરછ કરવામાં આવતાં તે યોગ્ય પુરાવા રજુ કરી શકયો ન હતો. પોલીસે દસ લાખ રૂપિયાના ગુટખા સહિત પંદર લાખ રૂપિયાના મુદામાલ સાથે નાલસોપારાના રામભાઉ શ્યામરાવ ચાટે અને બોરગાંવના દત્તાત્રેય કીરદતની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Share Now