લખનૌઃ વડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વસ્તી વિસ્ફોટ પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે નાનો પરિવાર રાખવાને દેશ ભકિત ગણાવી હતી. આ જાહેરાતના છ જાહેરાતના છ મહિના પછી યુપીની યોગી આદિત્યનાથ સરકારે ખુલાસો કર્યો છે કે તે ટુંક સમયમાં જ વસ્તી નિયંત્રણ કાયદો લાવશે. રાજ્યની વસ્તી નિયંત્રણ નીતિમાં એવી જોગવાઇ અકિલા હશે કે બે થી ત્રણ બાળકોથી વધારે બાળકો હશે. તેમને સરકારી નોકરી નહીં મળે. રાજ્યના આરોગ્ય પ્રધાન જય પ્રતાપસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વસ્તી નિયંત્રણ બાબતે રાજ્ય સરકાર પૂર્ણ પણે કટિબધ્ધ છે. જો કે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા અંગેની નીતિ બાબતે કોઇ ખુલાસો તો નહીતો કર્યો પણ વિશ્વાસ પાત્ર સુત્રો અનુસાર, સરકાર ૩ બાળકો સુધીની વસ્તી નિયંત્રણ નીતિ બનાવી શકે છે. જે લોકોને તેનાથી વધારે બાળકો હશે. તેમને સરકારી નોકરીઓથી વંચિત કરી શકાય છે.