સંકટમાં ફસાયેલા યસ બેંક પર RBIના પ્રતિબંધના બે દિવસ પહેલા જ વડોદરા મહાનગર પાલિકાએ બેંકમાંથી 265 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. વડોદરા મહાનગર પાલિકાએ આ રૂપિયા બેંક ઓફ બરોડામાં જમા કરાવી દીધા. આ બાબતે VMCના ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલે કહ્યું કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ મળેલા ફાળાના ભાગરૂપે આ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી મળ્યા હતા. યસ બેંકની મુશ્કેલીઓને જોતા તેને બે દિવસ પહેલા ઉપાડી લેવામાં આવ્યા હતા અને બેંક ઓફ બરોડામાં એક નવા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
ગુરુવારે RBIએ યસ બેંક પર પ્રતિબંધ લગાવતા ઉપાડની સીમા નક્કી કરી દીધી હતી. RBIના આદેશ પછી બેંકના ગ્રાહકો 50,000થી વધારે રૂપિયા ઉપાડી શકે નહીં. RBI અનુસાર હાલમાં તો આ રોક 5 માર્ચથી 3 એપ્રિલ સુધી લાગી રહેશે.
સુધીર પટેલે કહ્યું, અમારું સ્માર્ટ સિટી ખાતુ યસ બેંકમાં હતું. અમારા નિયમ અનુસાર, અમારી પાસે એક આંતરિક લેખા પરીક્ષક પણ છે જે અમને દર ત્રણ મહિનામાં એક રિપોર્ટ આપે છે. અમને ત્રણ મહિના પહેલા એક રિપોર્ટ મળી હતી કે યસ બેંક આર્થિક રીતે મુશ્કેલીમાં છે માટે અમારે તેમાંથી રૂપિયા ઉપાડી લેવા જોઈએ. અને તેને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરી દેવા જોઈએ. ત્યાર બાદ બે મહિના પહેલા બોર્ડની એક મીટિંગ થઈ હતી જેમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી.
સુધીર પટેલે કહ્યું કે, બેઠકમાં યસ બેંકમાં જમા રકમને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. CEO પાસે આવું કરવાના અધિકાર પણ હતા. અમે દરેક બેંકો સાથે સંપર્ક કર્યો અને તેમની પાસે પ્રસ્તાવ મગાવ્યા. આવેલા પ્રસ્તાવો પર ચર્ચા કર્યા પછી અમે બેંક ઓફ બરોડામાં ખાતુ ખોલાવીને તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો. એક મહિના પહેલા જ અમે બેંક ઓફ બરોડામાં પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. અને નસીબ રહેતા 5 દિવસ પહેલા જ ખાતામાં 265 કરોડ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર થઈ ગયું.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરા