મુખ્ય પોલીસ વડાના પદ માટે રાકેશ આસ્થાના માટે રસ્તો સાફ થયો

331

નિવૃત થતા મુખ્ય ડીજીપી અંગત મિત્રોને પોતે એક્ષટેન્શન ઇચ્છતા નથી તેવી ચર્ચાઓ વચ્ચે સીબીઆઇ કોર્ટે હાઇ પ્રોફાઇલ અધિકારીને દોષમુકત જાહેર કરતા જ અટકળોની આંધી જોરશોરથી ફુંકાવા લાગીઃ વડાપ્રધાનના અત્યંત વિશ્વાસુ એવા ગુજરાત કેડરના આઇપીએસની પોલીસ તંત્ર પર જોરદાર પકકડ છેઃ કોઇ સંજોગોમાં રાકેશ આસ્થાના પરત ન ફરે તો સ્વચ્છ છબી સાથે ઇન્ટરનેશનલ નેટવર્ક ધરાવતા આશીષ ભાટીયાઃ ગુજરાત માટે તો બેઉ હાથમાં લાડવા જેવું છે

ગુજરાતના પોલીસ તંત્રમાં ચાલુ વર્ષ દરમિયાન સિનીયર કક્ષાના ૧૦ આઇપીએસ અધિકારીઓ સાથે આવતા માસે રાજયના મુખ્ય પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત થઇ રહયા છે ત્યારે તેમને એક્ષટેન્શન આપવાની જોરદાર ચર્ચાઓ વચ્ચે નવો વર્ણાક આવ્યો છે.મૂળ ગુજરાત કેડરના ૧૯૮૩ બેચના હાઇ પ્રોફાઇલ આઇપીએસ અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશ પર ફરજ બજાવતા રાકેશ આસ્થાનાને અપાયેલી કલીનચીટ સીબીઆઇ અદાલતે ગ્રાહય રાખી તેમને દોષ મુકત જાહેર કરતા જ રાકેશ આસ્થાના માટે ગુજરાતના મુખ્ય પોલીસ વડા બનવાનો રસ્તો એકદમ સાફ થઇ ગયાનું ટોચના કેન્દ્ર અને રાજયના આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ માની રહયા છે.રાજયના હાલના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાની વાત કરીએ તો શિવાનંદ ઝાના નજીકના મિત્ર વર્તુળમાં તેઓ એક્ષટેન્શન માટે બહુ ઇચ્છુક ન હોવાનું ભારપૂર્વક ચર્ચાઇ રહયું છે.જો કે ઘણા ઉચ્ચ અધિકારીઓ આ બાબત સાથે સહમત નથી. ગુજરાતના પોલીસ તંત્રમાં જેના નામની ભારે ધાક છે નાના સ્ટાફથી માંડી મોટા અધિકારીઓ પણ સતર્ક રહે છે તેવા રાકેશ આસ્થાનાના સંબંધો નરેન્દ્ર મોદી સાથે વિશ્વાસના છે.ભુતકાળમાં જામનગરમાં એસપી રહી ચુકેલા આ અધિકારીએ સીબીઆઇમાં ભુતકાળમાં પણ લાંબો સમય ધનબાદ (બિહાર)માં એસપી અને ડીઆઇજી દરજ્જે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.લાલુ પ્રસાદ યાદવના બહુચર્ચીત ચારા કૌભાંડની તપાસ તેઓએ કરી હતી. જે તે સમયે તેમની ટીમમાં સીબીઆઇના હાલના એડીશ્નલ ડાયરેકટર અને ભુતકાળમાં જુનાગઢ રેન્જ અને રાજકોટ રેન્જમાં રેન્જ આઇજી તરીકે ફરજ બજાવી ચુકેલા પ્રવિણ સિંહા પણ સામેલ હતા.સુરતમાં ૪ાા વર્ષના રેકોર્ડબ્રેક સમય સુધી પોલીસ કમિશ્નર તરીકે યશસ્વી ફરજ બજાવનાર અને જે તે સમયે આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ સામે કાયદાકીય દંડીકો વિંઝનાર અને કરોડોની લાંચ આપવા આવેલ શખ્સોને પકડાવી દેવા તથા વડોદરામાં સુરક્ષા વોલ ઉભી કરવા બદલ લોકોની ભારે પ્રસંશા મેળવેલ. ગોધરાકાંડ સમયે સાબરમતી એકસપ્રેસ ટ્રેન કે જેમાં કારસેવકો હતા તે ટ્રેન સળગાવવાનું કાવત્રુ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇનું હોવાનું તેઓએ ફોરેન્સીક પુરાવા સાથે પુરવાર કરતા ભારતીય જનતા પક્ષને ચુંટણીમાં ખુબ જ ફાયદો થયો હતો.રાકેશ આસ્થાના કોઇ સંજોગોમાં પરત ન આવે તો તેમના પછી મુખ્ય પોલીસ વડા તરીકે જેમનું નામ સૌથી વધુ ચર્ચામાં છે તેવા આશીષ ભાટીયા ગુજરાત પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા તથા લાયકાતના ધોરણે પ્રગતી સાધનાર અધિકારી તરીકે જાણીતા છે. તેઓ પણ ગુજરાતના મુખ્ય પોલીસ વડા બને તો રાજયની પ્રજાને ખુબ જ અનુભવી અને ઇન્ટરનેશનલ લેવલે આતંકવાદીઓના નેટવર્ક અંગે મહત્વની જાણકારી ધરાવતા અધિકારી સાંપડશે તેમાં કોઇ બે મત નથી.

Share Now