યસ બેન્કના ગ્રાહકો માટે ખુશખબરઃ ૧૮મી માર્ચે હટશે પ્રતિબંધો

296

સ બેન્કને મળ્યુ નવુ જીવનઃ ૫ બેન્કો હાથ જાલશેઃ રીવાઈવલ પ્લાનને મંજુરીઃ નોટીફીકેશન બહાર પડયુ : ૫૦,૦૦૦ રૂપિયાના ઉપાડની મર્યાદા ૧૮મી માર્ચે હટી જશેઃ પ્રશાંત કુમાર બેન્કના નવા સીઈઓ બનશેઃ ૨૫મી માર્ચે નવુ બોર્ડ રચાશે

નવી દિલ્હી, તા. ૧૪ :. યસ બેન્કના ગ્રાહકો માટે ખુશખબર છે સરકારે એક નોટીફીકેશન બહાર પાડીને જણાવ્યુ છે કે બેન્ક પર પાછલા દિવસોમાં નક્કી કરવામાં આવેલી રૂ ૫૦,૦૦૦ના ઉપાડની મર્યાદાને ૧૮મી માર્ચના રોજ હટાવી લેવામા આવશે.સરકારે યસ બેન્કના પુનર્ગઠનની યોજનાને નોટીફાય કરતા વર્તમાન પ્રશાસક પ્રશાંત કુમારને બેન્કના સીઈઓ તરીકે નિમ્યા છે.ભારતીય રીઝર્વ બેન્કે રોકડની સંકટનો સામનો કરી રહેલ યસ બેન્ક પર પ્રતિબંધો મુકયા હતા અને તેના બોર્ડને વિખેરી નાખ્યુ હતું.આ સિવાય ઉપાડની મર્યાદા રૂ. ૫૦,૦૦૦ની નક્કી કરી હતી.સરકારે હવે તેના રીકન્સ્ટ્રકશનની યોજનાને મંજુરી આપી દીધી છે.કેન્દ્રીય કેબીનેટે ગઈકાલે યસ બેન્કને નવુ જીવતદાન આપતા પ્લાનને મંજુરી આપી હતી.જેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા, એચડીએફસી અને એકસીસ બેન્ક આ બેન્કને બચાવવા આગળ આવ્યા છે.આ પ્રાઈવેટ બેન્ક અને સ્ટેટ બેન્ક સાથે મળીને યસ બેન્કમાં કુલ ૧૦૩૫૦ કરોડનું રોકાણ કરશે.સ્ટેટ બેન્ક આ બેન્કના ૪૯ ટકા હિસ્સો લેશે.આ સિવાય ઉપાડ ઉપરની લીમીટો ૩ દિવસમાં હટી જશે.અત્રે નોંધનીય છે કે રીઝર્વ બેન્કે મર્યાદા મુકતા બેન્કના ગ્રાહકોને ઈન્ટરનેટ બેન્કીંગ ઉપરાંત એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડતી હતી.દરમિયાન જાણવા મળ્યા મુજબ ૨૫મી માર્ચે બોર્ડની રચના કરી લેવામાં આવશે.

Share Now