વિધર્મી યુવક સાથે લગ્ન પહેલા સંબંધ બાંધનારા પેટ ભરીને પસ્તાય છે
ગુજરાતમાં એવા કેટલાય કિસ્સા છે એક ભૂલ માણસની જિંદગી બદલી નાખે છે.વડોદરાના ડભોઇ ખાતે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, કેટલાય પ્રેમીઓની આંખ ઉઘાડી શકે છે.ડભોઇ નગરના લઘુમતી કોમના યુવાને પરણિતા પર વારંવાર દુષ્કર્મ આચરતા કંટાળેલી પરિણીતા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે.ડભોઇ નગરના એક ફળિયામાં રહેતી પીડિતાને ડભોઇના વિધર્મી યુવાન સાથે લગ્ન પહેલા સંબંધ બંધાયા હતા.આ બંને પ્રેમીઓ રોજિંદા પણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ ભરી વાર્તાલાપ કરતા હતા,સાથોસાથ સાથે જીવવા મરવાની કસમ ખાનાર આ બંને પ્રેમીઓ આજે પેટ ભરીને પસ્તાય છે.ડભોઇમાં રહેતી પીડિતાના તારીખ 28 ના રોજ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.જેને લઇ પીડિતા સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માંગતી હતી.જો કે પ્રેમમાં પાગલ બનેલા આરોપી મોહમ્મદ પિરુ વાણીયાવાલાને મંજૂર ન હતું.તે અવારનવાર પીડિતાને ફોન કરી મળવા આવવાનું કહેતો હતો.જો કે લગ્ન થઈ જતા પીડિતાના સમાજનો ડર સતાવતો હતો.જેથી તે મળવા નહોતી જઈ શકતી.પીડિતાની ફરિયાદે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મોહમ્મદ વાણીયાવાલા પીડિતાને ફોન ઉપર વાત કરતો હતો કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું તું મને બહુ ગમે છે હું તને સારી રીતે રાખે તેમ કહી લાલચ જતો હતો.જો કે પીડિતા લગ્ન સંસાર બગાડવા નહોતી માંગતી.જેથી તે અવાર-નવાર તેને ફોન ન કરવા માટે કહેતી હતી. જો કે પ્રેમમાં પાગલ બનેલા યુવાને એટલી હદ કરી નાખી હતી કે,પીડિતા પિયરમાં આવતી ત્યારે મોહમ્મદ વાણિયાવાલા પહોંચી જતો હતો.તેને હેરાન-પરેશાન કરતો અને ધમકી આપતો હતો કે જો મારી સાથે સંબંધ નહી રાખે તો વાત તારા પતિને કરીશ અને તારૂ લગ્નજીવન બરબાદ કરી નાખીશ.જો કે ડર સાચો ઠર્યો અને પત્નીના પ્રેમ સંબંધ અંગે જાણ થતા 11-09-2019નાં રોજ તેણે પત્ની સાથે છુટાછેડા લઇ લીધા હતા.ત્યાર બાદ આરોપી મોહમ્મદ વાણીયાવાલાને છુટો દોર મળી ગયો હતો.યુવતીને ડરાવી ધમકાવીને ડભોઇનાં સિતળાઇ તળાવ પાસે બોલાવી તેની સાથે બળજબરી સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું.જેથી આખરે કંટાળેલી પીડિતાએ પોતાની માતાને વાત કરી હતી.જો કે સમાજનાં ડરથી માતાએ સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો.તેમને ડર હતો કે વાત સમાજમાં બહાર આવી જાય તો બદનામી થઇ જાય તેવો ડર હતો.જો કે આનાથી આરોપીની હિંમતમાં ઓર વધારો થયો હતો.તેણે યુવતીને બોલાવીને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.તેને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું હતું.આખરે કંટાળેલી પ્રેમિકાએ ડભોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની ફરિયાદ મળતાં જ ડભોઇ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક અસરથી આરોપી મોહમદ પીરુભાઈ વાણિયાવાલાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.જેથી આરોપી પોલીસના હાથે ચડી જતા તેને જેલમાં ધકેલી દીધો હતો.હાલ પોલીસ દ્વારા બન્ને લોકોના મેડિકલ ટેસ્ટની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કલમ 376 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,પરંતુ મહત્વની વાત એ છે કે આ કિસ્સા દર્શકોએ નોંધ લેવાવાળી વાત એ છે કે પ્રેમ સંબંધમાં એટલા બધા ડૂબી જવું કે જેનો કોઈ ફાયદો ઉઠાવી જાય.હાલ તો પીડિતા આરોપી મોહંમદ વાણીયાવાલાની કડકમાં કડક સજા કરવામાં આવે તે જરૂરી હતી.