ભારતે કોરોના વાયરસના લક્ષણો શોધ્યા, દવા બનાવવામાં અંદાજે એક વર્ષનો સમય લાગશે

306

એજન્સી, દિલ્હી

કોરોના વાયરસ દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ચુક્યો છે. દુનિયાના 195 દેશમાંથી 145 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ગયો છે અને માત્ર 40 નાના દેશ-દ્વીપના લોકો બચ્યા છે. દુનિયાના 7.5 અરબ જનસંખ્યામાંથી 6 અરબથી વધારે લોકો સુધી પહોંચ્યો છે.તાજેતરમાં કોરોના વયસ 525 ઘણો વધારે તેજીથી આગળ વધી રહ્યો છે. ભારતમાં હાલ 84 કેસ નોંધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. આ વચ્ચે ભારતે કોરોના વાયરસના લક્ષણો શોધી કાઢ્યા છે.ચીન, જાપાન,અમેરિકા અને થાઈલેન્ડ બાદ ભારત પાંચમો દેશ બની ગયો છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરાલોજી, પુણેએ વાયરસને આઇસોલેટ કર્યો છે.પોઝિટિવ દર્દીઓના વાયરસને આઇસોલેટ કર્યા છે.ભારતમાં આઇસોલેટ કરવામાં આવેલા વાયરસ 99.98 ટકા વુહાનના વાયરસ સાથે મળતા આવે છે. આ માટે ટેસ્ટિંગ કિટ ડેવલોપ કરીને અને દવા શોધવામાં મદદ મળશે. સરળ ભાષામાં વાયરસને પકડીને શોધ કરવામાં આવી છે. દવા બનાવવાની દિશામાં આ પહેલું પગલું છે.જોકે દવા બનાવવા માટે ઓછામાં ઓછો એક વર્ષથી વધુ સમય લાગી શકે છે અને 10 મિલિયન ડોલરથી વધુ ખર્ચો આવી શકે છે.ભારત સિવાય 4 દેશો આ વાયરસના લક્ષણોની શોધ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર કોરોના વાયરસના કારણે જાન ગુમાવનારા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા સહાય પેટે આપશે.કોરોના વાયરસ સામે લાડવા માટે રાજ્યો ઇમરજન્સી રિસ્પોન્સ ફંડનો ઉપયોગ કરી શકશે.

Share Now