સિંગાપોરમાં દર વર્ષે હિંદુઓ દ્વારા નીકળતી ” રથયાત્રા ” કેન્સલ

465

6 એપ્રિલના રોજ આયોજિત રથયાત્રા કોરોના વાઇરસના કહેરના કારણે મુલતવી

સિંગાપોર : સિંગાપોરમાં વસતા ભારતીય મૂળના હિંદુઓ દર વર્ષે રથયાત્રાનું આયોજન કરે છે.જે મુજબ આ વર્ષે પણ 6 એપ્રિલના રોજ આયોજન કરાયું હતું પરંતુ હાલમાં વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના કહેરને ધ્યાને લઇ આ રથયાત્રા કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.તેવું યીશુન સ્થિત હોલી ટ્રી બાલસુબ્રમનિયમ મંદિરના સંચાલકોએ જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ રથયાત્રા હિન્દૂ દેવતા મુરુગન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે દર વર્ષે યોજવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે.તેથી સમૂહ ભેગો ન કરવાના હેતુથી આ રથયાત્રા રદ કરવાની ફરજ પડી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now