વાયરસ ફેલાવી ચીન દુનિયામાં ડરનો માહોલ ઉભો કરી રહ્યુ છે: અરજીકર્તા
એજન્સી, લખનઉ:
કોરોના વાયરસના ઉદભવ સ્થાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રાજદૂત સન બેઇ ડોંગ વિરુદ્ધ ભારતના મુઝફ્ફરપુરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની પર આગામી 11 એપ્રિલે કોર્ટ સુનવણી કરશે.
ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો છે કે, કોરોના વાયરસ બનાવીને ચીને તેને સમગ્ર દુનિયામા ફેલાવીને ડરનો માહોલ ઉભો કર્યો છે. IPC એક્ટ 269, 270, 109, 120B હેઠલ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદકર્તા મુજબ ચીને જાણાજોઇને કાવતરુ ઘડતા વાયરસ પેદા કર્યો અને વિશ્વમાં ભય ફેલવવાનું કામ કર્યુ. કોર્ટે અરજીનો સ્વીકાર કરતા સુનવણી માટે 11 એપ્રિલની તારીખ આપી છે.
ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે જેની પ્રતિકૂળ અસર ભારત પર પણ જોવા મળી છે. ભારત પણ કોરોના વાયરસના ઝપેટામાં આવી ચૂક્યુ છે અને પ્રતિ દિવસ તેના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અહીં સુધી કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં તમામ જાહેર સ્થળોને બંધ રાખવાના નિર્દેશ પણ જાહેર કરવા પડ્યા છે. કોરોનાની અસરે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઇ જવાના આરે આવી ચૂકી છે, દુનિયાભરના ઉદ્યોગો-ધંધાઓ પર માઠી અસર જોવા મળી રહી છે.
અહીં સુધી કે WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વસ્તરે મહામારી જાહેર કરી હતી.