તને દૈવી સ્વરૂપ આપીશ, પણ તારે થોડો ભોગ આપવો પડશે : પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો

662

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. છેતરપીંડિના ગુનાથી શરૂ થયેલ પ્રશાંત ઉપાધ્યાયની કાળી કરતૂતો એક બાદ એક સામે આવી રહી છે. મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં પ્રશાંત ઉપાધ્યાય સામે 7 વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. દૈવી સ્વરૂપ આપી દેવાની લાલચે પ્રશાંતે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે, મહિલા અને તેના પતિ પ્રશાંત ઉપાધ્યાના સત્સંગમાં આવતા હતા. આ સમયે ફેમિલી પ્રોબ્લેમ હોવાથી મહિલાએ તે અંગે પ્રશાંત ઉપાધ્યાયને વાત કરી હતી. જે બાદ પ્રશાંતે તેના દરેક પ્રોબ્લમ સોલ્વ કરી દેવાની વાત કહી હતી. સાથે જ પ્રશાંતે મહિલાને કહ્યું હતું કે, હું તને દૈવી સ્વરૂપ આપી દઈશ, પણ તેના માટે તારે થોડો ભોગ આપવા કહ્યું હતું.

પ્રશાંત ઉપાધ્યાય મહિલાને રાત્રે વોટ્સએપ કોલ કરીને મળવા માટે બોલાવી હતી. મહિલા પોતાના સંતાનોને સુવડાવી દઈ ગોત્રીમાં આવેલાં પ્રશાંત ઉપાધ્યાયના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં એક મહિલા સાધકે મહિલાને કહ્યું હતું કે, ગુરૂજી તમને ઉપરનાં માળે બોલાવે છે. જે બાદ મહિલા ઉપર પહોંચતાં જ પ્રશાંતે રૂમ બંધ કરી દીધો હતો. જે બાદ તેણે મહિલાને પોતાની વાતોમાં ફસાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બાદમાં તેની સાથે શરીરસુખ માણ્યું હતું.

પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો હતો. અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને ગર્ભ રહી ન જાય તે માટે ધમકી આપી દવા આપતો હતો. 2016થી ડિસેમ્બર 2019 સુધી પ્રશાંતે મહિલા સાધક સાથે સાત વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રશાંત વિરુદ્ધ છેતરપીંડિ સહિત વિવિધ ગુનાઓ નોંધાયેલાં છે. જેને કારણે હાલ તે રિમાન્ડ ઉપર છે. અને જેલની બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યો છે. તેવામાં પ્રશાંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હવે તેની મુશ્કેલીઓમાં વધારો થશે.

Share Now