કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓનાં કપડાં ઉતરાવી માસિક ધર્મની તપાસ કરી હતી. જે બાદ આ મુદ્દે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. જે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે સહજાનંદ ગર્લ્સ કોલેજ સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત શિક્ષણ વિભાગે આ મામલે કોલેજની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક પરિક્ષણનાં બનાવને લઇ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી હતી. આ મામલે મહિલા આયોગ સહિત ખુદ સીએમ રૂપાણીએ પણ તપાસનાં આદેશ આપી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે બાદ તપાસ બાદ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. આ મામલે કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું કે, આજે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તેવીશું હતો મામલો?
ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીંગા, કોઓર્ડિનેટર અનિતાબેન, પીયુન નયનાબેન અને સુપરવાઇઝર રમીલાબેન સહિતનાઓએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરી હતી. તેમજ આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે અને ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરશુ નહીં તેવું લખાવી લીધું હતું. શિક્ષણ વિભાગ તરફથી મૌખિત સૂચના મળી છે. હવે પરિપત્ર બહાર પાડીને આગળની કાર્યવાહી હાથ ધરીશું.