કાલોલ તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીએ વીડિયો શેર કર્યાે!
કાલોલના સોશિયલ મીડિયાના શિક્ષકોના એક ગૃપમાં એક સરકારી કર્મચારીએ કોઈ કારણે બિભત્સ વિડિયો શેયર કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે તેનો ઢાંકપિછોડો કરવામાં તંત્ર દોડતું થયું.
કાલોલ તાલુકાના મોટાભાગના શિક્ષકોને આવરી લેતા વોટસએપના એક ક્કશિક્ષક વિચાર મંચ ક્કનામના ગૃપમાં સોમવારે સાંજે એક સરકારી અધિકારીએ પોર્ન ફ્લ્મિની વિડિયો ક્લિપ ફેરવર્ડ કરી શેયર કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે વિડિયોને પગલે આ ગૃપમાં જોડાયેલા શિક્ષકો અને શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
આ ઘટના અંગે પ્રકાશમાં આવેલી વિગતો મુજબ ગૃપમાં દોઢસો – બસ્સો જેટલા શિક્ષકોમાં પચાસથી વધારે શિક્ષિકાઓ પણ જોડાયેલ હોવાથી આખો શિક્ષક વિચાર મંચ ક્ષોભમાં પડી ગયો હતો. જેના પગલે શિક્ષકો અને શિક્ષિકાઓને આ ગૃપ છોડવાની નોબત સર્જાઈ હતી.
અત્રે નોંધનીય છે કે શિક્ષક ગૃપમાં આ બિભત્સ વિડિયોના કારણે વિચારમંચ ધરાવતા શિક્ષકોની ઈમેજનો ભાંડો ફૂટવાની જાણકારી પગલે કેટલાક શિક્ષકો ગૃપમાંથી રિમુવ થવા લાગ્યા હતા અને કેટલાક અવાજ ઉઠાવી શકે એવા જાગૃત શિક્ષકોને ગૃપ એડમીન દ્વારા રીમુવ કરી દેવામાં આવ્યા હતા. જે એક હિચકારી ઘટનાને કારણે છેવટે મોટાભાગના શિક્ષકોની ઈમેજને આત્મઘાતી ફ્ટકો પહોંચ્યો હતો
આ બિભત્સ વિડિયો શેયર કરનાર પોતે જિલ્લા પંચાયત હેઠળ કાલોલ તાલુકા શિક્ષણ વિભાગમાં ફ્રજ બજાવતા અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે મંગળવારે આ ઘટના કેટલાક જાગૃત શિક્ષકોની મૌખિક રજુઆત મુજબ જિલ્લા શિક્ષણાધિકારી સુધી પણ પહોંચી હતી. જે અંતર્ગત જવાબદાર અધિકારી ખુલ્લા પડી જતાં ક્ષોભમાં મુકાયેલા તંત્ર દ્વારાસમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાની દોડધામ મચી ગઈ હતી.