શું કરશે ઇકોનોમિક ટાસ્ક કોર્સ? જેની PM મોદીએ કરી હતી જાહેરાત

277

કોરોના વાયરસના પ્રકોપથી દેશ સામે ઉભા થયેલ આર્થિક પડકારોથી લડવા માટે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ કોવિડ-19 ઇકોનોમિક ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટાસ્ક ફોર્સ ઘણા મોટા નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. આ અંગે નાણાકીય મંત્રી આજે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત સેક્ટર્સથી જોડાયેલ મંત્રીઓ સાથે એક મહત્વની બેઠક કરવાના છે.

ટાસ્ક ફોર્સમાં મોટા નિર્ણય લેવાની ક્ષમતા:

પીએમ મોદીએ ગુરૂવારે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરતા સમયે કહ્યું કે આ કાર્ય બળ સતત દરેક હિતધારકોના સંપર્કમાં રહેશે, તેમની પ્રતિક્રિયા લેશે અને તે મુજબ નિર્ણય કરશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ટાસ્ક ફોર્સ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત સેક્ટર્સ માટે આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. આ સિવાય અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે પણ પેકેજની જાહેરાત કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ આ ટાસ્ક ફોર્સ એનપીએ નિમયોમાં છૂટ, કંપનીને ટેક્સ ચુકવણીમાં વધુ સમય આપવા જેવા કેટલાક મોટા પગલાં ભરી શકે છે. સાથે જ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોની આવક થતી રહે તેમ માટે પણ જાહેરાત કરી શકે છે.

નાણાપ્રધાની મહત્વની બેઠક:

મીડિયા રિપોર્ટ મુજબ નાણાપ્રધાને શુક્રવારે નાગરિક ઉડ્ડયન, એમએસએમઇ, પર્યટન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીના પ્રધાનોની બેઠક બોલાવી છે. જેથી કોરોના વાયરસના અસરની આકારણી થઈ શકે. રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટલ ઈન્ડસ્ટ્રી, ફ્યુલ, વીજળી, પાણી, રબર, પ્લાસ્ટિક, કોયલા, પેટ્રોલિયમ વગેરે ક્ષેત્ર પ્રભાવિત થયા છે.

Share Now