દોષિતોના વકીલ એ.પી. સિંહે નિર્ભયા પર આપત્તિજનક ટિપ્પણી કરતાં સુપ્રીમમાં અડધી રાત્રે આક્રોશ ફાટ્યો

332

નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે ફાંસી ટાળવાના છેલ્લા પ્રયાસને પણ નકારી દીધી એ પછી ગુનેગારોના વકીલ એ.પી.સિંહે સંયમ ગુમાવી દીધો હતો અને નિર્ભયા વિશે મીડિયા સમક્ષ અણછાજતો શબ્દપ્રયોગ કરતાં ઉહાપોહ થઇ ગયો હતો. વકીલ એપી સિંહની રાત્રે સુપ્રીમ કોર્ટની બહાર ધોલાઇ થતા-થતા રહી ગઇ. કોર્ટની બહાર એપી સિંહે નિર્ભયાના ચરિત્ર પર આંગળી ઉઠાવતી ટિપ્પણી કરી હતી, ત્યારે ત્યાં હાજર બીજા લોકો ભડકી ગયા હતા. નિર્ભયાના વકીલ એ.પી. સિંહ માટે લોકો હજુ પણ ગુસ્સામાં છે. ફાંસી બાદ પણ તિહાડની બહાર લોકો તેમની વાત કરી રહ્યા હતા.

શું થયું હતું ?

એપી સિંહે નિર્ભયાના માતા અને નિર્ભયા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એ.પી. સિંહે કહ્યું હતું કે નિર્ભયાના માતાને માલૂમ પડ્યું નહોતું કે તેમની દીકરી રાત્રે 12.30 વાગ્યા સુધી કયાં હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં હાજર લોકોએ તેમને ટોકયા અને ચરિત્ર પર ટિપ્પણી માટે માફી માંગવાનું કહ્યું. સ્થિતિને જોતા એ.પી. સિંહ ત્યાંથી નીકળી ગયા.

‘પાગલખાનામાં જતા રહે એપી સિંહ’

નિર્ભયા કેસમાં જે રીતે એ.પી. સિંહ દોષિતોનો કેસ લડયા, તેનાથી ઘણા લોકો તેનાથી નારાજ છે. તિહાડની બહાર કેટલાંય લોકો તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં દેખાયા. એક શખ્સે કહ્યું કે હવે એ.પી. સિંહને પાગલખાનામાં જતું રહેવું જોઇએ. તેમણે વકાલત છોડી સંન્યાસ લઇ લેવો જોઇએ.

Share Now