કોરોના સામે જંગ: PM મોદીના નકશેકદમ ચાલ્યા ચીનના વડાપ્રધાન

928

દુનિયાભરમાં 10000થી વધુ લોકોના જીવ લઇ ચૂકેલા કિલર કોરોના વાયરસને ઉકેલવા માટે ચીનના વડાપ્રધાન ભારતના પીએમ નરેન્દ્ર મોદીના નકશેકદમ પર ચાલવા જઇ રહ્યા છે. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીને જાહેરાત કરી છે કે તેઓ યુરેશિયા અને દક્ષિણ એશિયાના 10થી વધુ મિત્ર દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. આ દરમ્યાન કોરોનાને રોકવા અને બચાવની રણનીતિ અંગે જણાવશે.

ચીને કહ્યું કે તેઓ આ પડકારજનક સમયમાં પોતાના મિત્ર પાડોશી દેશોની મદદ કરશે. ભારતમાં ચીનના રાજદૂતે ટ્વીટ કરીને તેની માહિતી આપી. ચીને આ પગલાં એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવતા સંભાળવા માટે તેની આલોચના થઇ રહી છે. આની પહેલાં વડાપ્રધાન કોરોના વાયરસની સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શનિવાર સાંજે સાર્ક દેશોના પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એકબીજાને મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સ દરમ્યાન કોવિડ-19 ઇમરજન્સી ફંડ બનાવાનું મંતવ્ય મૂકયું અને ભારતની તરફથી 1 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી.ભારત દ્વારા ઉઠાવામાં આવેલા આ પગલાંની પણ માહિતી આપી. સાર્ક નેતાઓએ પીએમ મોદીની આ પહેલ માટે આભાર માન્યો અને સાથો સાથ પડકારોને ઉકેલવા માટે હામી ભરી.વડાપ્રધન મોદીએ કહ્યું કે દુનિયાની 20 ટકા વસતીવાળા સાર્ક દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઓછા છે. પરંતુ તમામ દેશોએ મળીને આ પડકારનો સામનો કરવો જોઇએ.

ચીન પર વરસ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરિકા સહિત દુનિયાભરમાં કોરોનાના વધતા કહેરની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પ્રહારો કર્યા છે. ટ્રમ્પે આરોપ મૂકયો કે ચીને કોરોના વાયરસને લઇ પ્રારંભિક માહિતી છુપાવી તેની સજા આખી દુનિયા ભોગવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇટલીમાં કોરોનાથી મરનારની સંખ્યા ચીનથી પણ વધુ થઇ ગઇ છે. એટલું જ નહીં અમેરિકામાં પણ મરનારાઓની સંખ્યાનો આંકડો 200ને પાર થઇ ગયો છે.

Share Now