કિલર કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. વુહાનથી ફેલાયેલા વાયરસે હવે આખી દુનિયાને ઝપટમાં લઇ લીધી છે. દરરોજ કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 10,050 સુધી પહોંચી ગઇ છે. હવે આ વાયરસની સૌથી વધુ અસર ઇટલીમાં જોવા મળી રહી છે. યુરોપ બાદ હવે એશિયન દેશોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી થઇ રહ્યું છે. ભારતમાં પણ આ આંકડો સતત વધી રહ્યો છે. અત્યારે દેશમાં 193 લોકોમાં આ સંક્રમણની પુષ્ટિ થઇ છે, તેમાંથી 25 વિદેશી છે. ચાર લોકોના મોત પણ થયા છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરાઇ રહ્યા છે. તેને ફેલાવા માટે સતત પગલાં ઉઠાવામાં આવી રહ્યા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોની પણ સરકાર વાપસી કરાવી રહ્યું છે.ઇટલીમાં કોરોનાથી 3405 લોકોના મોત
ચીન બાદ કોરોનાએ યુરોપને પોતાનું નિશાન બનાવ્યું. યુરોપના મોટાભાગના દેશોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઇટલીમાં કોરોના વાયરસથી મરનારનો આંકડો 3405 સુધી પહોંચી ગયો છે. દુનિયામાં કોઇપણ દેશમાં કોરોનાથી થનાર મોતનો આ સૌથી મોટો આંકડો છે. કોરોના વાયરસની ઝપટમાં આવનારાઓની સંખ્યા વધીને 41000ને પાર થઇ ગઇ છે.
ઇરાનમાં મોતનો આંકડો 1200ને પાર
ઇટલીમાં કોરોનાથી મોતનો આંકડો ચીનથી પણ મોટો થઇ ગયો છે. જ્યારે ત્રીજા નંબર પર ઇરાન છે જ્યાં કોરોનાથી મોતની સંખ્યા સતત વધી રહી છે. ઇરાનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને 1284 થઇ ગઇ છે, જ્યારે આ બીમારીની ઝપટમાં આવનારાઓની સંખ્યા 18407 થઇ ગઇ છે. ઇરાન સિવાય સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોનાથી 831 લોકોના મોત થઇ ચૂકયા છે. જ્યારે સ્પેનમાં અત્યાર સુધીમાંકુલ 18077 લોકો સંક્રમિત છે.
દુનિયાના કયા દેશમાં કોરોનાથી કેટલા લોકોના અત્યાર સુધીમાં મોત
ચીન 3,248
ઇટલી 3,405
ઇરાન 1284
સ્પેન 831
ફ્રાન્સ 372
અમેરિકા 218
બ્રિટન 144
દક્ષિણ કોરિયા 94
નેધરલેન્ડ 76
જર્મની 44
સ્વિટ્ઝરલેન્ડ 43
જાપાન 33