કનિકા જે પાર્ટીમાં હતી ત્યાં વસુંધરા રાજે અને તેમના સાંસદ પુત્ર પણ હતા

382

લખનૌમાં બોલિવુડ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસ પોઝિટિવ આવી છે. ઉત્તર પ્રદેશમાં શુક્રવારે સામે આવેલા કોરોનાના 4 નવા મામલાઓમાં તેમનો કેસ પણ સામેલ છે. કનિકાને લખનૌની KGMUના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તે 15 માર્ચના રોજ લંડનથી ભારત આવી હતી. જ્યાં તે એક એપાર્ટમેન્ટમાં રોકાઈ અને તાજ હોટલમાં એક પાર્ટીમાં સામેલ થઈ.

તે પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમનો દીકરો અને ભાજપા સાંસદ દુષ્યંત સિંહ પણ મોજૂદ હતા. સ્વાસ્થ્ય વિભાગ હવે પાર્ટીમાં મોજૂદ અન્ય લોકોની તપાસ કરી રહી છે. દરેકની તપાસ કરવામાં આવશે.જો કોઈના પણ કોરોનાના લક્ષણ જોવા મળશે તો તેમને અલગ રાખવામાં આવશે.

તે પાર્ટી રવિવારના રોજ હતી, તે જ દિવસે કનિકા લંડનની ભારત આવી હતી.કનિકા કપૂરની પાર્ટીમાં દુષ્યંત સિંહ પણ સામેલ હતા તે ખબર બાદ હડકંપ છે. કારણ કે ભાજપા સાંસદ ગઈકાલે સંસદમાં મોજૂદ હતા.પણ હવે ખબર આવી રહી છે કે કનિકા કપૂર પોઝિટિવ આવ્યા બાદ ભાજપા સાંસદ આઈસોલેશનમાં ચાલ્યા હયા છે.તો વસુંધરા રાજેએ પણ પોતાને સેલ્ફ આઈસોલેશન કરી દીધા છે. તસવીરમાં જોઈ શકાય છે કે વસુંધરા રાજે કનિકા કપૂરની બાજુમાં ઊભા છે.કનિકા કપૂરે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત ઈન્સ્ટાગ્રામ દ્વારા સૌને જણાવી છે. તેણે લખ્યું કે, પાછલા 4 દિવસમાં મારામાં ફ્લૂના લક્ષણ જોવા મળ્યા હતા. મેં પોતાની તપાસ કરાવી અને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. મારો પરિવાર અને હું આઈસોલેશનમાં છે. એરપોર્ટ પર સામાન્ય પ્રક્રિયા અનુસાર 10 દિવસ પહેલા સ્કેન કરવામાં આવ્યું હતું જ્યારે હું ઘરે આવી તો લક્ષણ માત્ર 4 દિવસમાં વિકસિત થઈ ગયા.

Share Now